Cold Wave in Gujarat 2021: આજે રાજ્યમાં ગાંધીનગર સિવાયના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું
રાજ્યમાં હાલ બે થી ત્રણ દિવસથી ઠંડીમાં (Cold Wave in Gujarat2021)સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.રાજ્યનું સૌથી ઠંડું મથક ગણાતું નલિયામાં આજે લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું( temperature in the tube is 13.6 degrees ) છે,ત્યારે આજે ગાંધીનગર સિવાયના તમામ જિલ્લાઓમાં 10 ડિગ્રીથી વધારે તાપમાન (cold snap in the districts has subsided )નોંધવામાં આવ્યું છે.
Cold Wave in Gujarat 2021: આજે રાજ્યમાં ગાંધીનગર સિવાયના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું
By
Published : Dec 23, 2021, 2:07 PM IST
કચ્છઃ રાજ્યમાં હાલ ડિસેમ્બર ચાલુ છે અને ઠંડીનો માહોલ (Cold Wave in Gujarat2021)હોવો જોઈએ એની જગ્યાએ છેલ્લાં 3 દિવસથી ઠંડીના પ્રમાણમાં સતત ઘટાડો જોવા(Rise in temperature in the state) મળી રહ્યો છે. લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, તો રાજ્યનું સૌથી ઠંડું મથક ગણાતું નલિયામાં આજે લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી( temperature in the tube is 13.6 degrees )નોંધાયું હતું. ત્યારે આજે સૌથી ઓછું લઘુતમ તાપમાન 8.0 ડિગ્રી ગાંધીનગર ખાતે નોંધાયું છે.
હાલ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સામન્ય
આજે ગાંધીનગર સિવાયના તમામ જિલ્લાઓમાં 10 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું તેમજ ગુજરાતમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં સામન્ય રીતે ઠંડીનું પ્રમાણ વધારે રહેતું હોય છે. પરંતુ હાલ છેલ્લાં 2-3 દિવસોથી સતત ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે, હાલ અન્ય જિલ્લાઓમાં ઠંડીનો પારો ધીમે ધીમે સામાન્ય જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યા મુજબ હાલ વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ સામન્ય રહશે.