ગુજરાત

gujarat

ETV Bharat / state

નવરાત્રી યોજાવાની આશા સાથે ટ્રેડિશનલ ડ્રેસ વેચતા વેપારીઓએ વેપાર-ધંધો કર્યો શરૂ - કોરોના વચ્ચે ગરબાનું આયોજન

રાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થવાના કારણે ગરબા રસિકો અને વેપારીઓમાં નવરાત્રી ઉજવાશે તેવી આશા બંધાઈ છે, તો રાજ્ય સરકારે પણ મર્યાદિત સંખ્યામાં ગરબા રમવા માટેની પરવાનગી આપી છે. વેપારીઓએ નવરાત્રીને ધ્યાને રાખીને ટ્રેડિશનલ કપડાંનો વેપાર શરૂ કરી દીધો છે અને નવી વેરાયટીઓનું સારું વેચાણ થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

નવરાત્રિ યોજાવાની આશા સાથે ટ્રેડિશનલ ડ્રેસ વેચતા વેપારીઓએ વેપાર-ધંધો કર્યો શરૂ
નવરાત્રિ યોજાવાની આશા સાથે ટ્રેડિશનલ ડ્રેસ વેચતા વેપારીઓએ વેપાર-ધંધો કર્યો શરૂ

By

Published : Sep 24, 2021, 4:31 PM IST

Updated : Sep 25, 2021, 10:06 AM IST

  • નવરાત્રીના તહેવારને લઈને વેપારીઓમાં ઉત્સાહ
  • તહેવાર દરમિયાન સારો વેપારી થવાની આશા સાથે વેપાર-ધંધા શરૂ
  • વેપારીઓએ ટ્રેડિશનલ ડ્રેસ વેચવાનું શરૂ કર્યું

કચ્છ: નવરાત્રીનો તહેવાર હવે થોડા દિવસમાં શરૂ થવાનો છે. નવરાત્રીના તહેવારમાં ગુજરાતી અને રાજસ્થાની વેશભૂષા લોકોને વધારે પસંદ આવતી હોય છે. હવે કોરોનાનો પ્રકોપ ઓછો થતા નવરાત્રીનો ઉત્સવ ઊજવાય તેવી શક્યતા લાગી રહી છે, ત્યારે સરકારે પણ મર્યાદિત સંખ્યામાં ગરબા રમવા માટે પરવાનગી આપી છે. ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોથી ગરબા રસિકોમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે અમદાવાદથી વેપારીઓ ટ્રેડિશનલ ડ્રેસનો વેપાર કરવા માટે ભુજ આવ્યા છે.

નવરાત્રી યોજાવાની આશા સાથે ટ્રેડિશનલ ડ્રેસ વેચતા વેપારીઓએ વેપાર-ધંધો કર્યો શરૂ

નવરાત્રી પર કોરોના મહામારીની અસર

કોરોના મહામારીમાં ગત વર્ષે નવરાત્રીમાં ગરબા રમીને ઉજવણી કરવામાં આવી નહોતી. જેના કારણે નવરાત્રિ સમયે ભાતીગળ વસ્ત્રો તથા ટ્રેડિશનલ ડ્રેસ વેચતા વેપારીઓની રોજગારી છીનવાઈ હતી, ત્યારે હાલમાં ચાલુ વર્ષે સરકારે મર્યાદિત સંખ્યામાં ગરબા રમવા માટે પરવાનગી આપતા અમદાવાદથી આવેલા વેપારીઓએ રસ્તા પર ટ્રેડિશનલ ડ્રેસ વહેંચવાનો વેપાર શરૂ કર્યો છે. કોરોનાકાળમાં પણ ધંધો છીનવાયો હતો અને હાલમાં પણ ગ્રાહકો ખૂબ ઓછા પ્રમાણમાં આવી રહ્યા છે, ત્યારે વેપારીઓમાં આશા પણ બંધાણી છે કે હવે ગ્રાહકો આવશે અને આ વર્ષે સારો ધંધો થશે.

છેલ્લા 2 વર્ષથી કોરોનાને લીધે ધંધો ના થઈ શક્યો

ગરબા શોખીનોમાં ભાતીગળ ફેશનનો ક્રેઝ

છેલ્લાં કેટલાંક વર્ષોથી ગરબા શોખીનો પણ ભાતીગળ ફેશન તરફ વળ્યા છે. ભાતીગળ વસ્ત્રો સાથે જોડાયેલાં લોકોને રોજગારી તેમજ સન્માન મળે તે માટે પણ લોકો ખરીદી કરતા હોય છે. જેનાથી ભાતીગળ વર્ક તથા વણાટકામ સાથે જોડાયેલા લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. આજકાલનો યુવાવર્ગ પણ ભારતીય ફેશન અને ભાતીગળ ફેશનથી અવગત થઈ રહ્યો છે.

ટ્રેડિશનલ ડ્રેસની નવી વેરાયટીઓ બજારમાં

આ વર્ષે નવી નવી વેરાયટીઓ જોવા મળી રહી છે

નવરાત્રીના સમયમાં હાથભરતનાં ચણીયાચોળીની વધુ માંગ રહે છે. જો કે જે લોકો ગરબામાં ન જતા હોય તેઓ નવરાત્રીના દિવસો દરમિયાન પણ રૂટિન વસ્ત્રોમાં ભાતીગળ વસ્ત્રો પસંદ કરીને તહેવારનો આનંદ માણતા હોય છે. ઉપરાંત નવરાત્રીની તૈયારીના ભાગરૂપે લોકો અત્યારથી ભાતીગળ વસ્ત્રો, આભલા ભરેલી કોટી, પ્લાઝો, એમ્બ્રોડરીવાળા ટોપ અને લોંગ ગાઉન જેવા અનેક વસ્ત્રોની ખરીદી કરતાં હોય છે, ત્યારે વેપારીઓ પણ આ વર્ષે નવી નવી વેરાયટીઓ લઈને આવ્યા છે.

વેપારીઓએ રસ્તા પર ટ્રેડિશનલ ડ્રેસ વેચવાનું શરૂ કર્યો

નવી વેરાયટીઓથી ગ્રાહકો ખુશ

ભાતીગળ વસ્ત્રોના વેપારી મફાભાઈ પરમારે જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષથી આ જ ધંધા સાથે સંકળાયેલા છીએ અને છેલ્લા 2 વર્ષથી કોરોનાને લીધે ધંધો કરી શક્યા ન હતા, પરંતુ આ વખતે સરકારની મંજૂરી મળતાં નવરાત્રિની ઉજવણી થવાની છે ત્યારે આશા છે કે ગ્રાહકો આવશે. 1500 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીની નવી નવી વેરાયટી લઈ આવ્યા છીએ અને ગ્રાહકો પણ નવી વેરાયટી જોઇને ખુશ થાય છે.

ગરબા રસિકોમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમવાનો ક્રેઝ વધ્યો

કોરોનાના કારણે ધંધામાં બહુ મંદી

તો અન્ય વેપારી હંસાબેન પરમારે જણાવ્યું કે, ઘણા વર્ષોથી આ ધંધો કરીએ છીએ અને છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાના કારણે ધંધામાં બહુ મંદી હતી અને અત્યારે પણ નવી નવી વેરાયટીઓ લાવ્યા છતાં પણ ગ્રાહકો નથી આવતાં. પહેલાં ભુજના ટાઉનહોલ પાસે વેપાર કરતા ત્યારે ગ્રાહકો આવતા હતા, પરંતુ અહીંયા આ નવી જગ્યાએ ગ્રાહકો નથી આવી રહ્યા.

આ પણ વાંચો: નવરાત્રી અને દિવાળીને લઇ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાલી આવી, કોરોનાના કેસો ઘટતાં ખરીદી નીકળી

આ પણ વાંચો: ગરબે ઘૂમવા મળશે ખરું… નવરાત્રિમાં કેવી હશે નવી સરકારની ગાઈડલાઈન્સ?

Last Updated : Sep 25, 2021, 10:06 AM IST

ABOUT THE AUTHOR

...view details