- દેશભરમાં કૃષિ કાયદાઓને લઈને વિરોધ ચાલી રહ્યો છે
- ખાનગી કંપનીઓ દ્વારા જમીન ઓછા ભાવે ખરીદાતી હોવાના આક્ષેપો
- યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચિમકી
ખેડૂતોને થઈ રહેલા અન્યાય બાબતે મુન્દ્રામાં ચક્કાજામ, 15ની અટકાયત
કચ્છનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે ત્યારે કચ્છના મુન્દ્રા તાલુકામાં ખેડૂતોએ પોતાની સાથે થઈ રહેલા અન્યાયો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. પ્રાગપર ચોકડીથી રાશાપીર સર્કલ સુધી ખેડતોએ રેલી યોજીને ચક્કાજામ કર્યો હતો.
ખેડૂતોને થઈ રહેલા અન્યાય બાબતે મુન્દ્રામાં ચક્કાજામ
કચ્છ: મુન્દ્રા તાલુકાનાં કેટલાક ગામોમાં જમીન ધરાવતા ખેડૂતોની જમીનો પ્રાઈવેટ કંપનીઓ દ્વારા સંપાદન કરીને ખેડૂતોને યોગ્ય વળતર ન ચૂકવાતુ હોવાથી ખેડૂતો દ્વારા રેલી યોજીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો.