કચ્છ 12 ઓગસ્ટ એટલે કે વિશ્વ સંસ્કૃત દિવસ. ત્યારે કચ્છની સૌથી પ્રાચીન ભાષાઓમાંથી એક સંસ્કૃત આમ તો લુપ્ત થતી જાય છે. પણ કચ્છમાં જાણે આ ભાષાનો વ્યાપ વધ્યો હોય તેમ બાળકો આ ભાષા તરફ પ્રેરિત થયા છે. હાલમાં જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી (Celebrating Sanskrit Week) ચાલી રહી છે, ત્યારે જિલ્લાભરમાંથી 800 જેટલા બાળકોએ જુદી જુદી 7 સ્પર્ધાની જુદી જુદી કૃતિઓમાં ભાગ લીધો હતો. આ મહોત્સવમાં જૈન સમાજના મુનિઓ, સ્વામિનારાયણ મંદિરના સંતો તથા સંસ્કૃત સાથે જોડાયેલી જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્કૃત ભાષામાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું.
સંસ્કૃત સપ્તાહ ઉત્સવસંસ્કૃત ભારતી સંસ્થા સંસ્કૃતને પુનઃ બોલચાલની ભાષા બનાવવા સમગ્ર ભારતની સાથે વિશ્વના જુદા જુદા દેશોમાં કાર્ય કરી રહી છે. આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે લોકોને સંસ્કૃત તરફ આકર્ષવા અનેક કાર્યક્રમો પણ કરતી હોય છે એવો જ એક કાર્યક્રમ છે સંસ્કૃત સપ્તાહ. શ્રાવણી પૂર્ણિમા સંસ્કૃત દિવસના (World Sanskrit Day) આગળ પાછળના ત્રણ દિવસો એટલે સંસ્કૃત સપ્તાહ. છેલ્લા દસેક વર્ષથી કચ્છમાં પણ આની ઉજવણી થતી રહી છે પણ આ વર્ષે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav) નિમિત્તે 7500 લોકોને પ્રત્યક્ષ તથા 75000 લોકોને પરોક્ષ રીતે આ ઉત્સવ સાથે જોડી આ સંસ્કૃત સપ્તાહ ઉત્સવને જન જનનો ઉત્સવ બનાવવા સંસ્કૃત ભારતી કચ્છ દ્વારા પ્રયત્નો શરૂ કરાયા છે.
સંસ્કૃત ભાષામાં 7 સ્પર્ધાઓ યોજાઇસંસ્કૃત બોલવા અને સાંભળવા મળે એવી સાત સ્પર્ધાઓ જેવી કે સમૂહ ગીતગાનમ, સમૂહ નૃત્ય, લઘુનાટિકા,કથાકથનમ, સ્તોત્રગાનમ, એકપાત્ર અભિનય, અનુવાદિત ગીતગાનમ જેમાં બોલીવુડના ગીતોનું સંસ્કૃત ભાષામાં અનુવાદ (Sanskrit language translation) કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધાઓ સંસ્કૃત ભાષામાં યોજાઈ હતી. આ સ્પર્ધાઓ શૈક્ષણિક સંસ્થા, કલા સંસ્થા અને સામાજિક સંસ્થા એવા ત્રણ મુખ્ય વિભાગો તથા 1 થી 14 વર્ષ અને 15 વર્ષથી ઉપર એવા બે પેટા વિભાગોમાં યોજાઈ હતી. આ રીતે આ સ્પર્ધામાં અંદાજે 1500 સ્પર્ધકો સીધે સીધા સંસ્કૃત ભાષાની સ્પર્ધામાં સંસ્કૃત ભાષાના પ્રેમને કારણે અને સંસ્કૃત ભાષા પુનઃ લોક વ્યવહારની ભાષા બને એ માટે જોડાયા છે અને આવું કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે.