ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે છેડછાડ મુદ્દે CCTV કેમેરાએ કરી વિશેષ મદદ

ગુજરાતભરમાં પોલીસ દ્વારા વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ માટે વિવિધ શહેરોમાં ક્લોઝ સર્કિટ CCTV કેમેરા વડે ચાંપતી નજર રખાઈ રહી છે. કચ્છના પાટનગર ભુજ ખાતે પણ આજ પ્રોજેક્ટ હેઠળ ગત ફેબ્રુઆરી મહિનાથી CCTV સુરક્ષા શરૂ કરી દેવામાં આવી છે અને તેનો મહત્તમ ઉપયોગ ટ્રાફિક નિયમન સાથે કાયદો અને વ્યવસ્થાના નિયમન માટે પણ કરવામાં આવી રહ્યો છે. ભુજમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે અવારનવાર થતી છેડછાડના મુદ્દે આજ CCTVએ પોતાની અહમ ભૂમિકા ભજવી હતી અને લોકોની નારાજગીને દુર કરવા સાથે ખરેખર શું થઈ રહ્યું છે તે કેમેરામાં કેદ કરીને બહાર પાડ્યું હતું.

ભુજમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે છેડછાડ મુદ્દે CCTV કેમેરાએ કરી વિશેષ મદદ
ભુજમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે છેડછાડ મુદ્દે CCTV કેમેરાએ કરી વિશેષ મદદ

By

Published : Aug 4, 2020, 10:57 PM IST

કચ્છઃ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટેશનના પટાંગણમાં આવેલા નેત્રમ સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે મોટી સ્ક્રીન પર પોલીસ કર્મચારીઓ અધિકારીઓ સતત CCTV કેમેરા વડે શહેરની વિવિધ સુરક્ષાઓનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા. ત્રણ શિફ્ટમાં 12 વર્કસ્ટેશન પર ભુજના 209 જેટલા CCTV કેમેરા વડે સતત 24 કલાક રાઉન્ડ કલોક નજર રાખવામાં આવી રહી છે.

ભુજમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે છેડછાડ મુદ્દે CCTV કેમેરાની સુરક્ષાએ કરી વિશેષ મદદ

સત્તાવાર વિગતો મુજબ નેત્રમ પ્રોજેક્ટ ભુજ પોલીસે શહેરના મુખ્ય માર્ગોના 19 લોકેશન પર 209 જેટલા કેમેરા ગોઠવાયા છે. જેમાં ફિક્સ કેમેરા, 360 ડિગ્રી ફરી શકે તેવા કેમેરા ઉપરાંત ટ્રાફિક નિયમન માટે આરટીઓ સાથે સંકલન સાધીને સીધું ચલણ બનાવી શકતું સોફ્ટવેર સહિતનો વિવિધ ઉપયોગ કરીને આ તમામ કેમેરા વડે ભુજ શહેરની સુરક્ષા વધુ શક્તિશાળી બનાવાઇ છે. ભુજમાં હાલ મુખ્ય માર્ગોને આ સીસીટીવી કેમેરા સાથે સાંકળી લેવામાં આવ્યા છે.

ભુજમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે છેડછાડ મુદ્દે CCTV કેમેરાની સુરક્ષાએ કરી વિશેષ મદદ

એક મોટી સ્ક્રીન 12 વર્ક સ્ટેશન ઓફિસ સ્ટાફ આધુનિક સુવિધાઓ સાથેનું નેત્રમ સ્ટેશન ત્રણ શિફ્ટમાં કામ કરતો સ્ટાફ તથા CCTV કેમેરા વડે ભુજ શહેરની તમામ હિલચાલ પર નજર રાખી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે ફેબ્રુઆરીની 11મી તારીખે ગાંધીનગરથી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે પછી ભુજ શહેરના તમામ માર્ગો પર હાલ CCTV કેમેરા વડે ખાસ નજર રાખવામાં આવી રહી છે. CCTV કેમેરાની આ સુરક્ષા દિવાલથી ભુજમાં અનેક વખત વ્યવસ્થા ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે તે મહત્વપૂર્ણ હથિયાર સાબિત થયું છે.

ભુજમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે છેડછાડ મુદ્દે CCTV કેમેરાની સુરક્ષાએ કરી વિશેષ મદદ

સૂત્રોએ જણાવ્યું કે ભુજ પણ થોડા સમય પહેલા રાત્રિના સમય ઘરે જઈ રહેલા વેપારી પાસેથી રૂપિયા 10 લાખ રોકડની લૂંટના બનાવમાં આરોપીઓને ઝડપવા સમય તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી નાસી જવાની ઘટના, આ ઉપરાંત ભુજમાં સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપીને નાસી ગયેલા આરોપીને ઝડપવામાં CCTV કેમેરાએ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સામાન્ય રીતે આ બાબત ચોક્કસથી કહી શકાય કે CCTV કેમેરા પોલીસનું મદદગાર સાબિત થઇ રહ્યું છે. પણ સમાજ માટે પણ તેટલું જ ફાયદાકારક છે.

ભુજમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે છેડછાડ મુદ્દે CCTV કેમેરાની સુરક્ષાએ કરી વિશેષ મદદ

જાણકાર સૂત્રોએ જણાવ્યું કે, થોડા સમય પહેલા ભુજમાં હમીરસર તળાવના કિનારે આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે છેડછાડનો મુદ્દો અવાર-નવાર ચર્ચામાં આવતો હતો. ગાંધી પ્રેમીઓ અને શહેરીજનો ગાંધી પ્રતિમા સાથેની આ નુકશાનની પ્રવૃત્તિથી નારાજ હતા. પોલીસ નગરપાલિકા કોઈ આ મુદ્દે સ્પષ્ટ કરવા માટે જ્યારે મેદાનમાં આવ્યા ત્યારે CCTV કેમેરા ખાસ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી.

ભુજમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે છેડછાડ મુદ્દે CCTV કેમેરાએ કરી વિશેષ મદદ

ગાંધીજીની પ્રતિમા સાથે અવારનવાર ચેડા થઇ રહ્યાની બાબત સામે આવ્યા બાદ પોલીસે આ અંગે જ્યારે CCTV કેમેરાની મદદથી તપાસ હાથ ધરી તો બહાર આવ્યું હતું, તે એક માનસિક અસ્થિર યુવાન અવારનવાર આ રીતે પ્રતિભા સાથે ચેટ કરે છે. જેથી અસામાજિક તત્વોની આ પ્રવૃત્તિ અંગેની ફરિયાદ દૂર થઈ હતી અને લોકોને પણ સત્ય જાણવા મળ્યું હતું. સાથે નગરપાલિકા દ્વારા માનસિક યુવાનને સારવાર માટે ખસેડીને પ્રતિમાની સુરક્ષા પણ વધારી દેવાઈ હતી. આ રીતે કાયદો અને વ્યવસ્થાના નિયમન સાથે ટ્રાફિક નિયમન સહિતની વિવિધ કામગીરી માટે CCTVની આ સુરક્ષાનો સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details