તાજેતરમાં BSFની 172 મરીન બટાલીયન દ્વારા સરહદી મોહાડી ગામમાં BSF દ્વારા મેડિકલ કેમ્પની સાથે છ ગામને સ્વચ્છતાના સાધનો અને આસપાસની તમામ શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી આપવામાં આવી હતી. આ પ્રંસગે કચ્છ BSFના DIG સમંદરસિંહ દબાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ, ગ્રામજનો, યુવાનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતીમાં આ પ્રોગોમ હેઠળ દિવસભર વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા.
સરહદની સાથે સાથે સમાજસેવાનું ઉજળુ કામ કરતા બીએસએફના જવાનો
કચ્છ : સરહદની સુરક્ષા સંભાળતા BSF દ્વારા સહયોગ અને સુરક્ષાની સાથે સાથે સમાજસેવામાં પોતાનું યોગદાન આપવામાં આવે છે. ખાસ કરીને સરહદી ગામોમાં યુવાનો, નાગરિકો સાતે સુમેળ સાધવા માટે સીવીક એકશન પ્રોગામ યોજાય છે અને ગ્રામજનોને મદદરૂપ થવા સાથે દેશસેવા માટે જાગૃત કરવામાં આવે છે.
etv bharat kutch
172 મરીન બટાલિયનના કમાન્ડર સંજય શર્માએ જણાવ્યું હતું. કે, DIG દબાસે યુવાનોને દેશસેવા માટે BSF દ્વારા ચાલતા સ્કીલ્ટ પ્રોગામમાં ભાગ લેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, BSF આરોગ્ય શિક્ષણ અને રોજગારી માટે પણ પોતાનું યોગદાન આપતું રહેશે.