કચ્છઃ ઓડ અને ઇવનના નંબર ઉપરાંત સમયગાળા સહિતના વિવિધ મુદ્દે વેપારીઓ પરેશાન જોવા મળ્યા હતા. બીજી તરફ લોકડાઉન ત્રણ પછી પ્રથમ વખત ખૂલેલી તમાકુની દુકાનો પર લોકોની ભીડ જમા થઇ ગઇ હતી, ત્યારે અનેક જગ્યાએ નિયમોની એસી તેસી કરીને લોકો તમાકુ ઉત્પાદન મેળવવા માટે રીતસર દોટ લગાવી હતી.
લોકડાઉન 4માં કચ્છ ફરી થયું ધબકતું તમાકુની દુકાન પર તૂટ્યા નિયમ
લોકડાઉન 4ના અમલીકરણ સાથે મળેલી વિવિધ છૂટછાટને પગલે આજે મંગળવારના રોજ સમગ્ર કચ્છમાં જનજીવન ફરી ધબકતું થવાનું શરૂ થઇ ગયું છે. ખાસ કરીને વિવિધ નિયમોના પાલન મુદ્દે તંત્ર દ્વારા ચોક્કસ અસ્પષ્ટતાનો અભાવ વચ્ચે દુકાનો શરૂ થઇ છે.
કચ્છમાં તમાકુની દુકાન પર તૂટ્યા નિયમ
ભુજમાં હોલસેલ દુકાનમાં લાંબી લાઈનો થઈ ગઈ હતી અને લોકોની ભારે ભીડ જમા થઇ ગઇ હતી. જેને પગલે વેપારીઓએ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.
બીજી તરફ સમગ્ર શહેરમાં 4 વાગ્યા પછી નિયમોના પાલન કરવા માટે પોલીસે પણ કમર કસી છે. ઉપરાંત તંત્ર દ્વારા વિવિધ મુદ્દે સમસ્યાઓ બહાર આવ્યા બાદ તેના એક પછી એક ચોક્કસ નિયમો સાથેની છૂટછાટ અંગે ખુલાસો કરવામાં આવી રહ્યો છે.