કચ્છ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022 Result) અંતર્ગત પહેલી ડિસેમ્બરે કચ્છની 6 બેઠકો માટે મતદાન થયું હતું. અહીંની છ બેઠક પર માત્ર 59.80 ટકા જ મતદાન થયું હતું. તેમ છતાં ભાજપનો બધી બેઠકો પર વિજય થયો છે.
બપોરે જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું સવારથી જ ભુજની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ (Bhuj Government Engineering College) ખાતે સવારે 8:00 વાગ્યાથી મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતીય બપોરના 3:30 વાગ્યા સુધીમાં રોજની 6એ 6 બેઠકની ગણતરી પૂર્ણ થઈ હતી અને ભુજની તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીત (BJP wins Kutch Assembly Seats) મેળવી છે અને કચ્છ ભાજપનો ગઢ જળવાયેલો રહ્યો છે.
979148 મતદાતાએ 55 ઉમેદવારનું ભાવિ મશીનમાં સીલ કર્યુંકચ્છમાં 1લી ડિસેમ્બરે થયેલી વોટિંગમાં ચુંટણી તંત્ર (Election Commission of Gujarat) દ્વારા જાહેર કરાયેલી આંકડાકીય માહિતી મુજબ 16,35,879 મતદારો પૈકી કચ્છના 979148 મતદાતાએ 55 ઉમેદવારનું ભાવિ મશીનમાં સીલ કર્યું હતું.તો આજે આ તમામ ઉમેવારો માટેના મતની ગણતરી કરવામાં આવી હતી.
માંડવીમાં 2022માં 65.38 ટકા મતદાનસરહદી જિલ્લા કચ્છની છ બેઠકની વાત (Low turnout in Kutch) કરીએ તો સૌથી વધુ મતદાન માંડવી બેઠક પર થયું હતું જે 65.38 ટકા છે.તો 35 ટકા મતદારોએ મતદાન ટાળ્યું હતું. માંડવીમાં ભાજપના અનિરુદ્ધ દવે સામે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા તથા આપના કૈલાસદાન ગઢવી સહિત આઠ મુરતિયા મેદાનમાં છે.તો માંડવી બેઠક પર 2,57,422 મતદારોમાંથી 1,67,807 મતદારોએ મતદાન કર્યું હતું.
2017 માંડવી વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પરિણામવર્ષ 2017માં માંડવી વિધાનસભા બેઠક (Mandvi assembly seat) માટે કુલ 17 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં માંડવી મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,24,902 મતદારો પૈકી કુલ 1,60,132 મતદારોએ મત આપ્યા હતા. આમાંથી 72 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,60,060 મત માન્ય ગણવામાં આવ્યા હતા. ઉપરાંત 1685 મત NOTAને મળ્યા હતા અને 1016 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતા. માંડવી વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાને (Virendrasinh Jadeja BJP Candidate Mandvi) 79,469 મત મળ્યા હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શકિતસિંહ ગોહિલને 70,423 મત મળ્યા હતા. 2017માં માંડવીની વિધાનસભા બેઠક માટે વીરેન્દ્રસિંહ જાડેજાએ 79,469 મત મેળવી વિજેતા બન્યા હતા.વીરેન્દ્રસિંહ જાડેજાએ 9,046 મતના તફાવતથી વિજેતા બન્યા હતાં.
2022 ચુંટણી પરિણામકચ્છની 6 વિધાનસભા બેઠકો (BJP wins Kutch Assembly Seats) માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં માંડવી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવે વિજેતા બન્યા હતાં ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેને કુલ 90303 મત તો કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજાને 42006 મત, આપના કૈલાશ દાન ગઢવીને 22,791 મત તો AIMIM પાર્ટીના ઉમેદવાર મહમદ ઇકબાલને 8494 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેએ 48297ની લીડથી વિજેતા બન્યા હતા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
માંડવી જાતિ સમીકરણકચ્છની માંડવી વિધાનસભા બેઠકમાં (Kutch assembly seats) ક્ષત્રિય, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત કડવા પટેલ, લેઉઆ પટેલ, ગઢવી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે.અહીં શિક્ષણનું પ્રમાણ 75 ટકા જેટલું છે. જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 72 ટકા અને 58 ટકા છે. માંડવી વિધાનસભા બેઠકની નીચે કચ્છના બે તાલુકા માંડવી અને મુન્દ્રાનો સમાવેશ થાય છે.
માંડવી બેઠક પર સ્ટાર પ્રચારકોવર્ષ 2022ની ચુંટણીના પ્રચાર (Gujarat Election 2022 Result) પ્રસાર માટે માંડવી બેઠક પર ભાજપના ઉમેદવાર માટે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજેવા દિગ્ગજ નેતાઓ આવ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર માટે શક્તિસિંહ ગોહિલ અને આપના ઉમેદવાર માટે ઈસુદાન ગઢવીએ સભા યોજી હતી.
અબડાસામાં 2022માં 63.75 ટકા મતદાનઅબડાસામાં બેઠક (Abdasa Assembly Seat) પર 63.75 ટકા મતદાન થયું હતું. અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસના મહંમદ જુંગ જત વચ્ચે જંગ હોવાથી મુખ્ય બંને પ્રતિસ્પર્ધીઓ સાથે 10 ઉમેદવારને ભાવિ ધારાસભ્ય બનાવવા મતદારોએ વોટ સીલ કર્યા હતા. અબડાસા બેઠક પર 2,53,244 મતદારોમાંથી 1,61,452 મતદારોએ મતદાન કર્યું હતું.
વર્ષ 2017માં અબડાસા વિધાનસભા બેઠક પરિણામકુલ 11 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં અબડાસા મતવિસ્તારની વિધાનસભા બેઠક (Abdasa Assembly Seat) માટે 2,23,705 મતદારો પૈકી કુલ 1,50,261 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 3251 મત NOTA ને મળ્યા હતાં અને 979 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. કોંગ્રેસના ઉમેદવાર જાડેજા પ્રદ્યુમનસિંહને 73,312 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર છબીલ પટેલને 63,566 મત મળ્યા હતાં. આમ પ્રદ્યુમનસિંહ જાડેજા વિજેતા બન્યા હતા. પ્રદ્યુમનસિંહ જાડેજા 9746 મતથી વિજેતા બન્યા હતાં.2020ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે વર્ષ 2020માં પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું. સીટ ખાલી થતા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેમણે ભાજપનો કેસરિયો ધારણ કરીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી અને કૉંગ્રેસના ડૉ. શાંતિલાલ સેંઘાણીને માત આપીને જીત મેળવી હતી.
2022 ચુંટણી પરિણામકચ્છની 6 વિધાનસભા બેઠકો (Gujarat Election 2022 Result) માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં અબડાસા વિધાનસભા બેઠક (Abdasa Assembly Seat) પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજા વિજેતા બન્યા હતાં. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ કુલ 80195 મત તો કોંગ્રેસના ઉમેદવાર મામદ જુંગ જતને 70764 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા 9431ની લીડથી વિજેતા બન્યા હતા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
અબડાસા જાતિ સમીકરણકચ્છની અબડાસા વિધાનસભા બેઠકમાં (Abdasa Assembly Seat) મુસ્લિમ, કડવા પટેલ, દલિત અને ક્ષત્રિયની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, કોળી તેમજ ભાનુશાળી જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં શિક્ષણનું પ્રમાણ 67.27 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 64.53 ટકા અને 47.97 ટકા છે.
અબડાસા બેઠક પર સ્ટાર પ્રચારકોવર્ષ 2022ની ચુંટણીના પ્રચાર પ્રસાર માટે અબડાસા બેઠક (Abdasa Assembly Seat) પર ભાજપના ઉમેદવાર માટે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ જેવા દિગ્ગજ નેતાઓ આવ્યા હતા અને સભાઓ ગજવી હતી.
ગાંધીધામમાં 2022માં 47.86 ટકા મતદાનસૌથી ઓછું મતદાન ગત પાંચ વર્ષની જેમ ગાંધીધામ બેઠક (Gandhidham Assembly Seat) ઉપર 47.86 ટકા થયું હતું. અહીં ભાજપના માલતીબેન મહેશ્વરીની (Malti Maheshwari BJP Candidate Gandhidham) સામે કોંગ્રેસના ભરતભાઇ સોલંકી, આપ સહિત નવ ઉમેદવાર મેદાનમાં ગાંધીધામ બેઠક પર 3,15,272 મતદારોમાંથી 1,49,471 મતદારોએ મતદાન કર્યું હતું.
2017 ગાંધીધામ વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પરિણામવર્ષ 2017માં ગાંધીધામ વિધાનસભા બેઠક (Gandhidham Assembly Seat) માટે કુલ 14 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં ગાંધીધામ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,77,693 મતદારો પૈકી કુલ 1,51,468 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 20 જેટલા મત રદ કરવામાં આવ્યા હતાં અને 1,51,448 મત માન્ય ગણવામાં આવ્યા હતાં. ઉપરાંત 3578 મત NOTA ને મળ્યા હતાં અને 969 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતાં. ગાંધીધામ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીને 79,713 મત મળ્યાં હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગોલને 59,443 મત મળ્યા હતા. 2017માં ગાંધીધામની વિધાનસભા બેઠક માટે માલતીબેન મહેશ્વરીએ 79,713 મત મેળવી વિજેતા બન્યા હતા. માલતીબેન મહેશ્વરી 20,270 મતથી વિજેતા બન્યા હતાં.