ભાજપના વિનોદ ચાવડાએ લખપત અને અબડાસા તાલુકા લોકસંપર્ક કાર્યક્રમ અંતર્ગત લખપત તાલુકાના માતાના મઢ, દોલતપર, દયાપર, ઘડૂલી, સિયોત, ફૂલરા, પાનધ્રો, કોરીયાણી, કપુરાશી, નારાયણ સરોવર, બરંદા, સાયણ, સાંભડા તથા અબડાસા તાલુકાના સણોસરા, મોથાળા, વિઝાણ વિસ્તારની મુલાકાત લીધી હતી.
ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ લોકસંપર્ક કાર્યક્રમ થકી સામાન્ય જનતા સાથે કરી મુલાકાત
કચ્છ: ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિધુતવેગી પ્રચાર પુરજોશમાં ચાલી રહયો છે. વિશાલ વિસ્તારને આવરી લેવા માટે કચ્છ ભાજપના આગેવાનોની ટીમ સાથે કચ્છ અને મોરબી જિલ્લામાં પ્રચાર માટે રણનીતી સાથે લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
"અબ કી બાર ફીર સે મોદી સરકાર"ના નારા લોક હૃદયમાં સ્થાપિત છે. લોકો મજબૂત, નિર્ણાયક સરકાર ઈચ્છે છે. ફરી થી સમય આવશે કે વિશ્વને ભારત ગુરૂ પદે રહી શાંતિ સલામતી તરફ દોરી જશે તેમ જણાવતા કચ્છના પ્રશ્નોને સદૈવ વાચા આપી નિરાકરણ માટે વચન બધ્ધતા વિનોદ ચાવડાએ દર્શાવી હતી.
ભાજપ તરફી મતદાન માટે અપીલ કરતા કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલે વિનોદભાઈની કાર્ય પ્રણાલીને બિરદાવી હતી.પૂર્વ રાજયપ્રધાન તારાચંદ છેડાએ બે દિવસના લોક સંપર્ક પ્રવાસ દરમિયાન લોકો તરફ થી મળતા આવકાર જોતાં ભાજપના ઉમેદવાર ચાવડા રેકોર્ડ બ્રેક લીડ થી વિજયી બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.