ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજ વિધાનસભા બેઠક કે જેમણે ગુજરાત વિધાનસભાને આપ્યા પ્રથમ મહિલા અધ્યક્ષ, જાણો બેઠક વિશે

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઈ રહી છે. આ તકે Etv Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપશે. ગુજરાતની કઈ વિધાનસભા બેઠકનું શું મહત્વ છે? કઈ બેઠક પરથી કોણ VIP ઉમેદવાર આવે છે? વગેરે તમામ માહિતી Etv Bharatની સીરિઝમાં જાણવા મળશે. તો જાણો ભુજ વિધાનસભા બેઠક સીટ વિશે.

ભુજ વિધાનસભા બેઠક કે જેમણે ગુજરાત વિધાનસભાને આપ્યા પ્રથમ મહિલા અધ્યક્ષ, જાણો બેઠક વિશે
ભુજ વિધાનસભા બેઠક કે જેમણે ગુજરાત વિધાનસભાને આપ્યા પ્રથમ મહિલા અધ્યક્ષ, જાણો બેઠક વિશે

By

Published : Apr 11, 2022, 4:31 AM IST

Updated : Apr 11, 2022, 9:52 AM IST

કચ્છ: આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટેની ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) યોજાવાની છે, ત્યારે અત્યારથી જ તમામ પક્ષો પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એડીચોટીનું જોર લગાવીને પોતાના પક્ષના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે એવા પ્રયત્નો કરવા લાગ્યા છે. તમામ પક્ષકારો પોતાના પક્ષના રાજકીય નેતાઓ મારફતે વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ ગોઠવીને મતદારોને પોતાના પક્ષના ઉમેદવારને મત આપવા રીઝવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

2022ની ચૂંટણી માટેના મુદ્દાઓ - સમસ્યાઓ:

કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠક: સરહદી જિલ્લા કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં વિધાનસભા બેઠકની 6 સીટો (Assembly Seats In Kutch) છે. જેમાં કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી-મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે. આમ તો વર્ષોથી કચ્છ છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જ્યારે 1 સીટ પર કોંગ્રેસના ધારાસભ્ય છે.

ભુજ વિધાનસભા બેઠક કે જેમણે ગુજરાત વિધાનસભાને આપ્યા પ્રથમ મહિલા અધ્યક્ષ, જાણો બેઠક વિશે

કુલ મતદારો અને ભુજ વિધાનસભા બેઠકના મતદારો:કચ્છ જિલ્લામાં જો વિધાનસભાની 6 બેઠક પ્રમાણે છેલ્લી 5/01/2022ની યાદી મુજબ મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે ભુજ મતવિસ્તારની વિધાનસભા સીટ માટે કુલ 2,90,976 મતદારો છે જે પૈકી 1,48,211 પુરુષ (Male voters in Bhuj) મતદારો છે જ્યારે 1,42,764 મહિલા મતદારો (Female voters in Bhuj) છે અને 1 અન્ય મતદારનો સમાવેશ થાય છે.

2017 ભુજ વિધાનસભા બેઠક માટેની ચુંટણી પરિણામ

ભુજ વિધાનસભા બેઠક જાતિ સમીકરણ:કચ્છની ભુજ વિધાનસભા બેઠક (Bhuj assembly seat)માં પાટીદાર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે.ઉપરાંત લોહાણા, જૈન તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 87 ટકા જેટલું છે જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 91 ટકા અને 82 ટકા છે.

2012 ભુજ વિધાનસભા બેઠક માટેની ચુંટણી પરિણામ

ભૌગોલિક માહિતી:કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠીયાવાડથી જુદું પાડે છે. કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે. જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર 45652 ચો.કી.મી. છે. જે પૈકી 3855 ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો 23.28 ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લામાં કુલ 10 તાલુકા, 10 શહેરો અને 950 ગામડા છે.

કુલ મતદારો અને ભુજ વિધાનસભા બેઠકના મતદારો

ભુજ વિશે:રાવ ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના કરી હતી. આજે શહેરનો 474 મો સ્થાપના દિન છે. ભુજમાં 18 રાજવીઓએ રાજ કર્યું હતું. 1948માં કચ્છ ભારત સંઘ સાથે ભળ્યું હતું. બાદમાં ભુજને જિલ્લાનું વડું મથક જાહેર કરાયું હતું. ભુજના સ્થાપના દિવસે શહેરને મહાનગર પાલિકા નિયુક્ત થાય તેવી લાગણી દર્શાવી હતી અગાઉ પાંચ નાકા અને છઠ્ઠીબારીમાં ભુજનો વિસ્તાર લેખાતો હતો, પરંતુ હવે શહેરની બહાર વિકાસ થઈ રહ્યો છે. ચોતરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં અંક્તિ થઈ ગયું છે.

ભુજ વિધાનસભા બેઠક કે જેમણે ગુજરાત વિધાનસભાને આપ્યા પ્રથમ મહિલા અધ્યક્ષ, જાણો બેઠક વિશે

જોવાલાયક મુખ્ય સ્થળો:અગાઉ ભુજ શહેર પાંચ નાકાં અને છઠ્ઠી બારી વચ્ચે સીમિત હતું. આ પંક્તિઓ ભુજનો સુપેરે પરિચય કરાવે છે. શહેરનાં જોવાલાયક મુખ્ય સ્થળો છે. કચ્છ મ્યુઝિયમ,હમીરસર તળાવ,જમાદાર ફતેહમામદનું ખોરડું, છતરડી,સ્વામીનારાયણ મંદિર,દરબાર ગઢ, આયના મહેલ, ત્રિમંદિર, ટપકેશ્વરી, ભુજિયો ડુંગર, ખેંગારજી પાર્ક, લખોટો (રાજેન્દ્ર બાગ), દાદાદાદી પાર્ક, હિલ ગાર્ડન, રુદ્રમાતા, સુરલભીટ્ટ, રામકુંડ વગેરે.

કચ્છરાજનું તત્કાલિન ચલણી નાણું: રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતી અને જે 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી. ટંકશાળ એટલે કે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા. 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી, ત્યાં કચ્છરાજનું તત્કાલિન ચલણી નાણું છપાતું. એક સદી પહેલાં મહાદેવ નાકાં પાસે નવી ટંકશાળ શરુ કરવામાં આવી હતી પછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી. આજે અહી બોર્ડર વીંગની કચેરી અને પેન્શનર્સ એશો.ની ઓફિસ આવેલી છે.

ભુજ શહેરની સ્થાપના: શહેરની સ્થાપના કરનારા રાવખેંગારજી પહેલાથી લઈને મહારાવ મદનસિંહ સહિત રાજવીઓએ ભુજ આવેલ દરબારગઢ પોતાનું નિવાસ સ્થાન બનાવ્યુ હતું. રાજાશાહી સમયના ભુજ શહેર અને આજના ભુજ શહેરમાં મોટો બદલાવ આવી ગયો છે. આજે ભુજ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ ભુજ સ્થાપના સાથે જોડાયેલ કેટલાક ઐતિહાસિક સ્થળો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જો આ તમામ ઐતિહાસિક સ્થળોની યોગ્ય જાળવણી કરવામાં આવેતો ભુજના પ્રવાસન સ્થળને વધુ વેગ મળશે.

ખાવા પીવાની ફેમસ વસ્તુઓ:કચ્છીઓ હોય ત્યાં ખોરાક તો ખરો જ. કચ્છની વાત કરીએ એટલે દરેક લોકોને પ્રથમ ખ્યાલ કચ્છી દાબેલીનો આવી જાય. દાબેલી નામ સાંભળીને દેશના ખૂણે ખૂણે વસતા કચ્છી હોય કે પછી ગુજરાતી દરેકના મોંમા પાણી આવી જાય છે.કચ્છની દાબેલી માત્ર કચ્છ કે ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાતની બહાર પણ લોકપ્રિય છે અને વિદેશમાં વસતા લોકો પણ દાબેલીના ચાહક છે. દાબેલી એટલે દેશી બર્ગર. કચ્છની દાબેલી ગુજરાતમાં અનેક જગ્યાએ મળી રહે છે તથા સાથે સાથે ભારતના અન્ય રાજ્યોમાં પણ હવે લોકો દાબેલી વહેંચતા થઈ ગયા છે અને ખાસ કરીને મુંબઈમાં પણ અનેક લોકો દાબેલીના ચાહકો છે.આ ઉપરાંત ભુજના લોકો હમીરસર તળાવ પાસે આવેલ જલારામ ભેલ તથા છઠ્ઠી બારી પાસેની હાથીભાઈની ભેલ તથા જોષીના દહીંવડા અને શંકરના વડાપાવ ખાવાના ખૂબ શોખીન છે.

2012 ભુજ વિધાનસભા બેઠક માટેની ચુંટણી પરિણામ:વર્ષ 2012માં ભુજ વિધાનસભા બેઠક માટે કુલ 10 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં ભુજ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,23,841 મતદારો પૈકી કુલ 1,54,017 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 67 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,53,950 મત માન્ય ગણવામાં આવ્યા હતા. ભુજ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અમીરઅલી લોઢીયાને 60,201 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર ડૉ. નિમાબેન આચાર્યને 69,174 મત મળ્યા હતા અને 2012માં ભુજની વિધાનસભા બેઠક માટે ડૉ. નિમાબેન આચાર્ય 69,174 મત મેળવી વિજેતા બન્યા હતા. ડૉ. નિમાબેન આચાર્ય 8973 મતથી વિજેતા બન્યા હતા.જે આજે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ છે.

2017 ભુજ વિધાનસભા બેઠક માટેની ચુંટણી પરિણામ:વર્ષ 2017માં ભુજ વિધાનસભા બેઠક માટે કુલ 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં ભુજ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,55,823 મતદારો પૈકી કુલ 1,70,677 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી 88 જેટલા મત રદ્દ કરવામાં આવ્યા હતા અને 1,70,589 મત માન્ય ગણવામાં આવ્યા હતા ઉપરાંત 4581 મત NOTAને મળ્યા હતા અને 1477 મત પોસ્ટલ બેલેટ મારફતે મળ્યા હતા. ભુજ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ડૉ. નિમાબેન આચાર્યને 86,532 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીને 72,510 મત મળ્યા હતા. 2017માં પણ ભુજની વિધાનસભા બેઠક માટે ડૉ. નિમાબેન આચાર્ય 86,532 મત મેળવી વિજેતા બન્યા હતા. ડૉ. નિમાબેન આચાર્ય 14,022 મતના તફાવતથી વિજેતા બન્યા હતા.જે આજે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ છે.

2022ની ચૂંટણી માટેના મુદ્દાઓ - સમસ્યાઓ:ભુજ કચ્છનું પાટનગર ગણવામાં આવે છે અને ભુજ કચ્છના સેન્ટરમાં હોતા અહીંથી તમામ તાલુકામાં અને પ્રવાસન સ્થળોનો પ્રવાસ ખેડી શકાય છે ત્યારે ભુજ નગરપાલિકા (Bhuj municipality)ને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવાની વાત પણ અનેક વાર ઊભી થઈ છે. ઉપરાંત અનેક રાજકીય હોદ્દેદારોએ પણ આ અંગે પોતાના પ્રવચનમાં વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. મુખ્ય પ્રાણ પ્રશ્ન તો નર્મદાના નીર નો છે, તથા ખેડૂતોના ખેતરોમાં વીજ ફિડરોનો છે. ઉપરાંત કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં પણ સ્વચ્છતા જળવાતી નથી, રખડતા ઢોરનો ત્રાસ છે તો ગટરના પાણીની સમસ્યા પણ અનેક વાર ઉદભવતી હોય છે, તો બીજી બાજુ અનેક વાર વાયદાઓ કરવામાં આવેલ વિકાસના કાર્યો થંભી ગયા છે. ભુજોડી ઓવરબ્રિજ, ભુજીયા ડુંગર પરનો વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ વગેરે જેવા વિકાસના કાર્યો હજુ પણ અધૂરા છે.

ક્યાં ઉમેદવારોને ટિકિટ:જોવું એ રહ્યું કે હાલમાં જ્યારે આખી નવી સરકારની રચના થઈ છે, ત્યારે આવનારી ચૂંટણીમાં ક્યાં ઉમેદવારોને ટિકિટ મળશે, ક્યાં ધારાસભ્યને રીપિટ કરવામાં આવશે કે ક્યાં ધારાસભ્યની ટીકીટ કપાશે કે પછી ફરી નવા ચહેરાને જ તક આપવામાં આવશે અને ભુજની જનતા ક્યાં ઉમેદવારને આગામી 5 વર્ષ માટે ધારાસભ્ય તરીકે ચુંટશે.

Last Updated : Apr 11, 2022, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details