કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષ ચોમાસામાં સારા વરસાદને કારણે એશિયાનું ઘાસિયા મેદાન જીવન થયું છે. છેલ્લા કેટલાક વર્ષથી કચ્છ જિલ્લામાં ઓછા અને અનિયમિત વરસાદને કારણે ઘાસિયા મેદાન ઘાસ તણખલું પણ ઉગતું નહોતું પરંતુ ચાલુ વર્ષે સારા વરસાદના કારણે બની ઘાસિયા મેદાન ઠેર-ઠેર ઘાસ ઊગી નીકળ્યું છે. ઘાસિયા મેદાન અંદાજે 2500 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. બન્ની ધાસીયા મેદાન હરિયાળું જોવા મળી રહ્યું છે.
કચ્છના ઘાસિયા મેદાનમાં ઉગે છે 53 પ્રકારના ઘાસ !
કચ્છ: ત્રણ વર્ષના દુકાળ બાદ સારા વરસાદને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે તે સાથે જ બન્નીના ઘાસનું મેદાન પણ ફરી સજીવન થઈ ઉઠયું છે. પશુપાલન માટે શ્રેષ્ઠ મેદાનમાં હાલ 53 જાતના ઘાસ ઉગી નીકળે છે. જેને પગલે પશુપાલન, દૂધ વ્યવસાય અને માલધારીઓ આનંદમાં આવી ગયા છે. છેલ્લા કેટલાક વર્ષથી દુકાળ પરિસ્થિતિ કારણે આ શ્રેષ્ઠ ઘાસિયા પ્રદેશ સૂકોભટ જોવા મળતો હતો. વર્ષ 2002 બાદ ફરી એકવાર ઘાસિયા મેદાનમાં અદભૂત નજારો જોવા મળ્યો છે.
બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. બન્ની ઘાસિયા મેદાનમાં ઘાસ ઉગી નીકળતા માલધારીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બન્નીના ઘાસિયા મેદાનમાં 17 જેટલા મીઠા ઘાસ ઉગે છે. જ્યારે 7 જેટલા ઘાસ ખારાશ વાળા હોય છે. કેટલાક ઘાસ પાણીમાં ઊગે છે. બન્ની ધાસીયા મેદાનમાં પશુઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રોટીનયુક્ત ઘાસ ઉગે છે તે ખાવાથી પશુઓમાં તાકાત આવે છે. બન્ની ધાસીયા મેદાન પર ગાઈડ નામની સંસ્થા વર્ષોથી સંશોધન કરે છે. છેલ્લા કેટલાક વર્ષથી બંને ગરાસીયા મેદાન સુખી ઘાસ વગર બંજર જોવા મળતું હતું પરંતુ વર્ષ 2002 બાદ ફરી એક વાર મેદાનમાં ઘાસ લહેરાઈ રહ્યું છે.