કચ્છઃ કચ્છની દરિયાઈ ક્રિક હરામીનાળા પાસેથી BSFની ટીમને 13 પેકેટ ચરસ મળી આવ્યા હતા. જેથી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, જાણકારોનું માનવું છે કે, આ પ્રકારની અનેક ગેરકાયદે પ્રવૃતિ અહીં મોટાપાયે થઈ રહી છે. જેના પગલે તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જિલ્લાની દરિયાઈ ક્રિક હરામી નાળા પાસેની કોરી ક્રિકમાંથી BSFની ટીમે વધુ 13 પેકેટ ચરસના મળી આવ્યા છે. હાલ આ વિસ્તારમાં વધુ સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. વારંવાર મળતા ચરસના આ જથ્થા બાબતે જાણકારો કચ્છના માર્ગેથી માદક પદાર્થોની હેરાફેરી થતી હોવાનું અંંગુલીનિર્દશ કરી રહ્યાં છે.
BSFના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, દરિયાઈ વિસ્તારમાંથી પોલીસે નેવી સહિતની એજન્સીઓને ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ સાથે સર્ચ ઓપેરેશન કરાઈ રહ્યું છે. આ વચ્ચે આજે સવારે પેટ્રોલિંગ ટીમને 13 પેકેટ ચરસનો બિનવારસી જથ્થો મળી આવ્યો હતો. જેની તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે BSFએ વિસ્તારમાંથી ચરસનો જથ્થો પકડયો હતો. આ પહેલા પોલીસ અને BSFને પણ ચરસના પેકેટ મળ્યા હતા. થોડા સમય અગાઉ આ વિસ્તારમાં પાકિસ્તાનની ઘૂસણખોરોને કરોડોના હેરોઈન સાથે ઝડપી લેવાયા હતા.
આ અગાઉ પણ આ વિસ્તારમાંથી ચરસના પેકેટ પકડાયા છે. આમ, કચ્છના દરિયાઈ માર્ગનો ઉપયોગ માદક પદાર્થોની હેરાફેરી માટે થઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.