- સરકારી પોલીસ ક્રિમિનલોને તેમની ફરજ પરથી કાયમી મુક્ત કરવામાં આવે
- CBI તપાસની કરી માંગણી
- કસ્ટોડિયલ ડેથના બંને યુવાનોની "શહીદ મૂર્તિ" બનાવવાની કરી વાત
ભુજ: જિલ્લામાં ચારણ સમાજના યુવાનોના કસ્ટોડિયલ ડેથ બાબતે આપ પ્રદેશ કિસાન સંગઠને આવેદન પત્ર આપીને પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધી કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે.
પોલીસ તંત્રમાંથી ગુનેગાર પ્રકૃતિ ધરાવતા અને ક્રિમિનલ માનસિકતા વાળા ગુજરાતના પોલીસ અધિકારીઓ અંગે સમગ્ર કચ્છ જિલ્લા સહીત ગુજરાત કક્ષાએ “ખાતાકીય ઇસ્પેકશન રિપોર્ટ" તૈયાર કરીવામાં આવે તેમજ આવા તમામ સરકારી પોલીસ ક્રિમિનલોને તેમની ફરજ પરથી કાયમી મુક્ત કરીને તેમની સર્વિસ દરમિયાન કસ્ટડિયલ ડેથ, ગેરકાનૂની રિમાન્ડ તથા આચરેલા તમામ ગુના બદલ ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેની સર્વિસ બુકમાં નોંધ કરી તેઓ પર શિક્ષાત્મક પગલાં ભરી આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો:જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા
CBI ઇન્વેસ્ટિગેશનની માંગ
કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ રવિ જે. પટેલ અને સમગ્ર AAPએ ગુજરાતની આ ઘટના આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી અને સમગ્ર ગુજરાતમાં બનેલા વિવિધ "કસ્ટોડિયલ ડેથ"ના બનાવ બાબતે CBI ઇન્વેસ્ટિગેશન ભારત સરકાર દ્વારા કરવામાં આવે તેવી આપના અધિકારીઓ અને સરકાર પાસે માંગ કરવામાં આવી હતી.