- મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ
- આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે ગાંધીજીની કચ્છની મુલાકાતને યાદ કરવામાં આવી
- રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડિયા હાજર રહ્યાં
કચ્છઃ જિલ્લામાં ભુજના મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે આઝાદીના 75 વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીજીના પ્રિય ભજનો ગાવામાં આવ્યાં હતાં અને દાંડીયાત્રા દરમિયાન થયેલી ઘટનાઓને નાટક સ્વરૂપે પુન: દ્રશ્યમાન કરાયા હતા. કાર્યક્રમની શરૂઆત રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડિયા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુ પટેલ, વલ્લભ હુંબલ, અધિક કલેકટર કે. એસ.ઝાલા, પ્રાંત અધિકારી, ભચાઉના પી. એ. જાડેજા અને શીતલ શાહ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આગામી 12 માર્ચથી દાહોદમાં યોજાશે વિવિધ કાર્યક્રમો
ગાંધીજી દ્વારા કચ્છ ખાતે લીધેલી મુલાકાતો અને તેમના અનુભવોની ખાસ ચર્ચા કરવામાં આવી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની દાંડીયાત્રાના માનમાં ફરી એક વખત સરકાર દ્વારા દાંડીયાત્રા યોજવામાં આવી રહી છે, જેની વિગતવાર માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી અને ગાંધીજી દ્વારા કચ્છ ખાતે લીધેલી મુલાકાતો અને તેમના અનુભવોની ખાસ ચર્ચા પણ કરવામાં આવી હતી.