ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના જંગ સાથે દેશની સુરક્ષાને પણ અપાય છે અગ્રતા: DIG સુભાષ ત્રિવેદી

કોરોના મહામારી સામે કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં દૈનિક 500થી વધુ ગુનાઓ 500થી વધુ આરોપીઓની ધરપકડ અને 500થી વધુ વાહનોની અટકાયતની ચાર ગણી કામગીરી સાથે પોલીસે કોરોના સામેની લડત ઉપરાંત દેશની આંતરિક સુરક્ષાને પણ અગ્રતા સાથે ધ્યાને રાખી છે. કચ્છ પાટણ અને બનાસકાંઠા રેન્જના DIG સુભાષ ત્રિવેદીએ ETV ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બંને તબક્કે પોલીસે ગૌરવરૂપ કામગીરી કરી છે તેની મને ખુશી છે.

કોરોના જંગ સાથે દેશની સુરક્ષાને પણ અપાય છે અગ્રતા: DIG સુભાષ ત્રિવેદી
કોરોના જંગ સાથે દેશની સુરક્ષાને પણ અપાય છે અગ્રતા: DIG સુભાષ ત્રિવેદી

By

Published : Apr 28, 2020, 8:34 PM IST

કચ્છઃ DIG સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કચ્છ બનાસકાંઠા અને પાટણમાં 70 ટકા લોકોએ લોકડાઉનમાં પૂર્ણ સહકાર આપ્યો હતો જોકે 20થી 30 ટકા લોકોએ લોકડાઉનમાં જાહેરનામાનો ભંગ કરવો અને કાયદાના ઉલ્લંઘન કરવાના બનાવો બનતા રહ્યા છે. જોકે પોલીસે આ તમામ સામે કડકાઇ પૂર્વક કામગીરી કરી છે. સામાન્ય દિવસો કરતા મહામારીના આ દિવસોમાં પોલીસે દરરોજના 500 ગુનાઓ નોંધયા છે. 500થી વધુ લોકોની અટકાયત કરી છે, તો 500 જેટલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે આ ચાર ગણી કામગીરી વચ્ચે પણ કચ્છ બનાસકાંઠા અને પાટણમાં પોલીસે માનવતા પણ મહેકાવી છે. પોલીસના જવાનોએ ક્યાંક કોઇ વૃદ્ધના પુત્ર બનીને ક્યાંક કોઇ બહેનના ભાઈ બનીને સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા સાથે સવિશેષ જવાબદારી અદા કરી છે.

કોરોના જંગ સાથે દેશની સુરક્ષાને પણ અપાય છે અગ્રતા: DIG સુભાષ ત્રિવેદી
DIG ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામેની આ કપરી કામગીરી વચ્ચે પણ સરહદી જિલ્લાઓમાં આંતરિક સરહદની સુરક્ષાને પણ સવિશેષ ધ્યાન અપાયું છે. દરિયાઇ વિસ્તારોમાં પેટ્રોલિંગ મરીન પોલીસ પેટ્રોલિંગ સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ જારી રખાયું છે. ખાસ કરીને દેશવિરોધી પ્રવૃત્તિઓ ઉપરાંત શહેરી વિસ્તારોની સુરક્ષા માટે ટેકનિકલ સર્વેલન્સ સર્વે નિરીક્ષણ પેટ્રોલિંગ આ તમામ કામગીરી પણ થઈ રહી છે. સ્થાનિક સોર્સ સાથેના સંકલનને ધ્યાને રાખીને લોકડાઉનના કપરા સમય વચ્ચે કોઈ ઘૂસણખોરી અથવા અસુરક્ષિત પ્રવૃત્તિ ધ્યાને આવે તે માટે તમામ રીતે પોલીસ પેટ્રોલિંગ અને સર્વ કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પોલીસના જવાનો કોરોના સામેના જંગ ઉપરાંત દેશની આંતરિક સુરક્ષા એમ બન્ને મોરચે સજ્જતા સાથે કામગીરી કરી છે અને હજુ પણ તે જારી રહેશે.

ABOUT THE AUTHOR

...view details