ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ માધાપર ખાતે જૈન સમાજના સહયોગથી નિદાન કેમ્પને ખુ્લ્લો મુકયો હતો. જેમાં ડોકટરોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરી દવા-સારવારની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. આ ઉપરાંત સામૂહિક આરોગ્ય સુવિધા પ્રાપ્ત કરાવવા સાથો-સાથ વિવિધ મેડીકલ ટીમોને કામે લગાડવા આયોજન ઘડાયું હતું. આ કેમ્પમાં લેબોરેટરીની સેવાઓ, વિનામુલ્યે દવાઓની સગવડ તથા ડેન્ગ્યુ તથા અન્ય તાવની સારવાર જેવી સગવડ ઉપલબ્ધ રાખવામાં આવી છે.
વધુમાં ડેંન્ગ્યુ ચોકકસથી મટી શકે છે અને લોકોને ગભરાવવાની જરૂર નથી, તેમ જણાવતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કન્નરે જણાવ્યું હતું કે, ડેંન્ગ્યુ તાવની સારવાર માટે કોઇ દવા અથવા રસી ઉપલબ્ધ નથી, જે વ્યકિત ડેંન્ગ્યુથી પીડાતા હોય તેમ તેમણે તાવ ઉતારવા પેરાસીટામોલ ટેબલેટ લેવી જોઇએ, પરંતુ એસ્પીરીન કે બ્રુફેન ટેબલેટ ન જ લેવી, આરામ કરવો જોઇએ સાથે પ્રવાહી, ડોકટરની સલાહ લેવી જોઇએ અને ડોકટરની સલાહ લીધા બાદ મોટા ભાગના ડેંન્ગ્યુના દર્દીઓ ઘરે સારવાર લઇ શકે છે, તેમ વધુમાં જણાવ્યું છે.