ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂજમાં ભગવાન શ્રીરામની પૂજા-ધૂન સાથે આરતી કરવામાં આવી

ભગવાન શ્રીરામના અયોધ્યા ખાતે રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે આજે બુધવારે સમગ્ર દેશભરમાં જે હરખ અને હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે, તેવો જ હરખ અને હર્ષોલ્લાસ સમગ્ર કચ્છ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. કચ્છના ભૂજ ખાતે રઘુનાથ આરા ખાતે આવેલા રામ મંદિરમાં અખંડ રામધૂન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભૂજમાં ભગવાન શ્રીરામની પૂજા ધૂન સાથે આરતી કરવામાં આવી
ભૂજમાં ભગવાન શ્રીરામની પૂજા ધૂન સાથે આરતી કરવામાં આવી

By

Published : Aug 5, 2020, 2:49 PM IST

કચ્છ : ભૂજ ખાતે રઘુનાથ આરા ખાતે આવેલા રામ મંદિરમાં અખંડ રામધૂન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો સાથે અનેક ભાવિકોએ ભગવાન શ્રીરામના દર્શન સાથે તેમની પૂજાનો લાભ મેળવી રહ્યા છે. ત્યારે શહેરની શાન હમીરસર તળાવના પાસે આવેલા રઘુનાથ રામ મંદિર ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂજના યુવા કલાકારોએ ચિત્ર દ્વારા ભગવાન શ્રીરામની પૂજામાં ભાગ લીધો હતો. અખંડ રામધૂનમાં ભૂજ નગરપાલિકાના અધ્યક્ષ લતાબેન સોલંકી નગરસેવક ભૌમિક વછરાજાની સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

ભૂજમાં ભગવાન શ્રીરામની પૂજા ધૂન સાથે આરતી કરવામાં આવી
બીજી તરફ ભૂજમાં યુવા સાંસદ વિનોદ ચાવડા દ્વારા લાઈવ ટેલીકાસ્ટ સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે રામ મંદિર શિલાન્યાસ પ્રસંગે કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. રામ ધૂન મંદિર ખાતે સાંસદ દ્વારા રામધૂન સાથે ભગવાન શ્રીરામની આરતી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details