- 15મી ઓકટોબરે ઐતિહાસિક ઉડાનનું કરાશે પુનરાવર્તન
- 1932માં કરાંચીથી મુંબઇ સુધી જેઆરડી ટાટાએ ભારતની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ ઉડાન ભરી હતી
- ભુજથી મુંબઈ વચ્ચે આરોહી પંડિત ઉડાવશે ફ્લાઇટ
- એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત ઉડાવશે ફ્લાઇટ
કચ્છઃ :ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના પિતામહ ગણાતા જેઆર ડી ટાટાએ (JRD TATA ) 15 ઓક્ટોબર 1932ના રોજ કરાંચીથી મુંબઇ સુધી મેઇલ લઈને ટાટા એર સર્વિસની પ્રથમ ફ્લાઇટનું પાઈલટ તરીકે Flight ઉડ્ડયન કર્યું હતું. આ ફ્લાઈટ સિંગલ એન્જિનના ડી હેવીલેન્ડ પસ મોથ વિમાનનું વિમાન હતું.
વીરાંગનાઓ દ્વારા યુદ્ધ દરમિયાન તૈયાર કરાયેલ રનવે પરથી ભરશે ઉડાન
15 ઓક્ટોબરે આરોહી પંડિત (Aarohi Pandit) ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે કચ્છના માધાપર ગામની મહિલાઓએ 72 કલાકમાં પુન નિર્માણ કરેલા ભુજ રનવે પરથી ઉડ્ડયન કરશે અને અમદાવાદમાં વિમાનમાં ઇંધણ ભરશે. એ પછી મુંબઈમાં જુહુ ખાતે આવેલા ભારતના પ્રથમ સિવિલ એરપોર્ટમાં ઉતરાણ કરશે.
2019માં આરોહી પંડિત એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી
2019માં બોરીવલીની યુવા women આરોહી પંડિત (Aarohi Pandit) એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી અને આ ફ્લાઇટમાં (Flight) આરોહી પંડિત સિવાય બીજા કોઈ સભ્ય ન હતાં. આરોહી પંડિત 1932ની ઐતિહાસિક ફ્લાઇટની ઘટનાને ફરી તાજી કરવા માટે પણ એ જ વિમાનનો ઉપયોગ કરશે.