ભુજઃ વૈશ્વિક મહામારી કોરોનાને લીધે સમગ્ર દુનિયામાં ડરનો માહોલ છે, ત્યારે આવતી કાલે એપ્રિલ ફુલ ડે છે, જેની મજાક કરતા પહેલા સો વખત વિચારજો. આ માટે પશ્ચિમ કચ્છ પોલીસે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, સોશિયલ મિડિયા કે અન્ય કોઈ રીતે કોરાનાને કેન્દ્રમાં રાખીને કોઈએ મજાક કરી છે તો પોલીસે તેેમની સામે કાયદેસર ગુનો નોંધશે.
જો જો એપ્રિલ ફૂલની મજાક ક્યાંક ભારે ન પડે, કચ્છ પોલીસની ખાસ અપીલ
વૈશ્વિક મહામારી કોરોનાને લીધે સમગ્ર દુનિયામાં ડરનો માહોલ છે, ત્યારે બુધવારે એપ્રિલ ફૂલ ડે છે. જેની મજાક કરતા પહેલાં સો વખત વિચારજો. આ માટે પશ્ચિમ કચ્છ પોલીસે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, સોશિયલ મીડિયા કે અન્ય કોઈ રીતે કોરાનાને કેન્દ્રમાં રાખીને કોઈએ મજાક કરી છે તો પોલીસે તેેમની સામે કાયદેસર ગુનો નોંધશે.
1લી એપ્રિલ એટલે મજાકનો દિવસ, પરંતુ હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો ડર ફેલાયલો છે, ત્યારે ગૂગલ સહિતની અનેક સંસ્થાઓએ મજાક કરવાનું મુનાસીબ માન્યું છે. આવી સ્થિતિમાં જો સોશિયલ મીડિયા પર મજાક ફેલાવવા પર કટક વલણ દાખવ્યું છે, ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસે આ બાબતે કડક રૂખ અપનાવી અફવા ફેલાવનાર સામે કાયદેસરનો ગુનો દાખલ કરવાની વાત કરી છે.
ભુજ એસપી સૌરંભ તોલંબિયાએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, કોરોના એ મજાકનો વિષય નથી. લોકો ગંભીર બને તે જરૂરી છે. 1લી એપ્રિલના નિદોષ મજાક થતી હોય છે, પણ આ સમય મજાકનો નથી. સાવચેતી અને જાગૃતિનો સમય છે, ત્યારે આવું કૃત્ય કોઈ પણ સોશિયલ મીડિયા કે અન્ય કોઈપણ રીતે કરાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.