- કોરોના મહામારી અંગે જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ખાસ વાતચીત
- બેદરકારીના કારણે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વકરી
- કચ્છ જિલ્લામાં હાલ તંત્રના દાવા મુજબ સ્થિતી અન્ડર કન્ટ્રોલ
ભૂજ: જિલ્લા પંચાયત કચેરી ખાતે ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં આરોગ્ય અધિકારી ડો. પ્રેમ કુમાર કન્નરે જણાવ્યુ કે, કચ્છમાં હાલ સ્થિતી કન્ટ્રોલ હેઠળ છે. આરોગ્ય તંત્રની ટીમો સતત કામ લાગેલી છે અને પ્રસાશન જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં કોરોના સામેની લડવાની કોર કમિટિની ટીમ સ્થિતી પર સતત નજર રાખી રહી છે.
કચ્છમાં કોરોના અટકાવવા કોર કમિટી બની, દૈનિક 2500 વધુ ટેસ્ટ કરવાના ચાલુ જિલ્લામાં દૈનિક 15થી 20 કેસો નોંધાઈ રહ્યા છે
હાલ કચ્છમાં જે સ્થિતી છે, તે મુજબ દૈનિક 15થી 20 કેસો નોંધાઈ રહ્યા છે. જેની સામે હવે સંક્રમણ વધે નહી અને ખાસ કરીને નિયમોના પાલન બાબતે તંત્રએ ખાસ નિર્ણય તરીને લોકોને જાગૃત કરવા ઉપરાંત કડકાઈ સાથે કામગીરી આદરી દીધી છે. ખાસ કરીને કચ્છના હોટસ્પોટ હોય ત્યા વધુ કેસ થઈ શકે છે, તેવા કચ્છનો રણોત્સવ, માતાના મઢ, માંડવી સહિતના પ્રવાસન સ્થળ પર વિજીલન્સ ટીમો કામે લાગી છે. શંકાસપદ જણાય તે પ્રવાસીનો રેપીટ ટેસ્ટ કરવાામાં આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ કામગીરી થઈ રહી છે.
કચ્છમાં કોરોના અટકાવવા કોર કમિટી બની, દૈનિક 2500 વધુ ટેસ્ટ કરવાના ચાલુ રાજય આરોગ્ય વિભાગ સાથે વિવિધ રીતે સતત પરામર્શ કરવામાં આવી રહ્યો છે
કચ્છમાં ખાસ કરીને દૈનિક ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. હાલે 2500થી વધુ ટેસ્ટ સાથે વિવિધ ટીમો કામ લાગી છે. ખાસ કરીને જે કેસ છુપાયેલા હોય અને તેનાથી સંક્રમણ વધવાની શકયતા છે, તેના પર વોચ રાખવામાં આવી રહી છે. રાજય આરોગ્ય વિભાગ સાથે વિવિધ રીતે સતત પરામર્શ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત એરપોર્ટ, રેલવે સ્ટેશન અને ખાનગી વાહનોના નાગિરકોની ટેસ્ટ સ્કેનિગ થઈ રહ્યું છે.