ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજના પોસ્ટ ઓફીસમાં થયેલા કરોડોના કૌભાડ મામલે 5 સામે ફરીયાદ

ભુજના પોસ્ટ ઓફીસમાં થયેલા કરોડોના કૌભાડ મામલે અંતે એજન્ટ, તેના પતિ અને પુત્ર સહિત 5 સામે ફરીયાદ નોંધાઈ છે. ભુજની રાવલવાડી પોસ્ટના મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કર, તેના પતિ સચિન ઠક્કર તેના પુત્ર મૌનીષ ઠક્કર તથા બે પોસ્ટ વિભાગના કર્મચારી સામે આ મામલે એ ડીવીઝન પોલિસ મથકે ખોટા દસ્તાવેજના મદદગારી અને ઠગાઇ સહિતની વિવિધ કલમો તળે ફરીયાદ નોંધવામાં આવી છે.

ભુજના પોસ્ટ ઓફીસમાં થયેલા કરોડોના કૌભાડ મામલે 5 સામે ફરીયાદ
ભુજના પોસ્ટ ઓફીસમાં થયેલા કરોડોના કૌભાડ મામલે 5 સામે ફરીયાદ

By

Published : Feb 11, 2021, 4:46 PM IST

  • પોસ્ટ ઓફીસમાં થયેલા કરોડોના કૌભાડ મામલે 5 સામે ફરીયાદ
  • બે પોસ્ટ વિભાગના કર્મચારી સામે ફરીયાદ નોંધવામાં આવી
  • પોસ્ટ વિભાગના કોમ્પ્યુટરનો દુર ઉપયોગ કરી 34.58 લાખની છેતરપીંડી કરી હોવા મામલે ફરીયાદ નોંધાઈ

કચ્છઃ જિલ્લામાં ભુજના પોસ્ટ ઓફીસમાં થયેલા કરોડોના કૌભાડ મામલે અંતે એજન્ટ, તેના પતિ અને પુત્ર સહિત 5 સામે ફરીયાદ નોંધાઈ છે. ભુજની રાવલવાડી પોસ્ટના મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કર, તેના પતિ સચિન ઠક્કર તેના પુત્ર મૌનીષ ઠક્કર તથા બે પોસ્ટ વિભાગના કર્મચારી સામે આ મામલે એ ડીવીઝન પોલિસ મથકે ખોટા દસ્તાવેજના મદદગારી અને ઠગાઇ સહિતની વિવિધ કલમો તળે ફરીયાદ નોંધવામાં આવી છે.

એ ડીવીઝન પોલિસ મથકે ખોટા દસ્તાવેજ મદદગારી અને ઠગાઇ સહિતની વિવિધ કલમો હેથળ ફરીયાદ નોંધાઇ

બે પોસ્ટ વિભાગના કર્મચારી બિપીન રાઠોડ તથા બટુક વૈશ્ર્નવ સામે આ મામલે એ ડીવીઝન પોલિસ મથકે ખોટા દસ્તાવેજ મદદગારી અને ઠગાઇ સહિતની વિવિધ કલમો હેથળ ફરીયાદ નોંધાઇ છે. જે મામલે હવે પોસ્ટ વિભાગ સાથે પોલિસે પણ તપાસ શરૂ કરી છે. અગાઉ આ મામલે દંપતી વિદેશ ન જાય તે માટે પોસ્ટ વિભાગે પાસપોર્ટ ઓફીસે પણ જાણ કરી હતી. એજન્ટ પરિવારના સભ્યોએ ખોટા દસ્તાવેજો તથા સીસ્ટમનો ખોટો ઉપયોગ કરી આ કૌભાડ આચર્યું હોવાની કલમો તળે ફરીયાદ નોંધાઇ છે. જેમા પોસ્ટ કર્મચારીની સામેલગીરી પણ સામે આવી છે. જેને અગાઉ જ પોસ્ટ વિભાગે સસ્પેન્ડ કર્યા છે. ઉલ્લેખનિય છે કે, પોસ્ટ વિભાગના કોમ્પ્યુટરનો દુર ઉપયોગ કરી 34.58 લાખની છેતરપીંડી મીલીભગત કરી હોવા મામલે ફરીયાદ નોંધાઈ હતી. રૂપિયા 8.25 કરોડથી વધુની ઠગાઇ આ કિસ્સામાં થઇ હોવાનુ પોસ્ટ વિભાગની પ્રાથમીક તપાસમા સામે આવ્યું હતું. જેના આધારે વિવિધ ખાતાઓની તપાસ પછી પોસ્ટ વિભાગે આ મામલે ફરીયાદ નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details