કચ્છ જિલ્લાના 47 સખીમંડળની બહેનોએ 1 લાખથી વધુ માસ્ક તૈયાર કર્યાં - Sakhi mangal of Kutch district
કોરોના વાઇરસનું સંક્રમણ વધતા માસ્કની જરૂરિયાત ઉભી થઈ છે, ત્યારે કચ્છ જિલ્લાની સખી મંડળની બહેનોએ દિવસ–રાત કામ કરીને ઓછી કિમતે 1 લાખ માસ્ક બનાવી આપ્યા છે. સવેતન સેવા સાથે રાષ્ટ્રસેવા કરીને સખી મંડળની બહેનો પોતાની ફરજ બજાવી રહ્યાં છે. જે સરાહનીય છે. કોરોનાની મહામારી સામે લડવા સખી મંડળની બહેનો દ્વારા ઘેર બેઠાં માસ્ક બનાવીને સામાજિક દાયિત્વ નિભાવીને એક પ્રકારે રાષ્ટ્રની સેવા કરવામાં આવી રહી છે.
કચ્છ-ભુજઃ કોરોના વાયરસનું સંક્રમણ વધતા માસ્કની જરૂરિયાત ઉભી થઈ છે, ત્યારે કચ્છ જિલ્લાની સખી મંડળની બહેનોએ દિવસ–રાત કામ કરીને ઓછી કિમતે 1 લાખ માસ્ક બનાવી આપ્યા છે. સવેતન સેવા સાથે રાષ્ટ્રસેવા કરીને સખી મંડળની બહેનો પોતાની ફરજ બજાવી રહ્યાં છે. જે સરાહનીય છે. કોરોનાની મહામારી સામે લડવા સખી મંડળની બહેનો દ્વારા ઘેર બેઠાં માસ્ક બનાવીને સામાજિક દાયિત્વ નિભાવીને એક પ્રકારે રાષ્ટ્રની સેવા કરવામાં આવી રહી છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.કે. જોશીએ જણાવ્યું હતું કે, આ મહામારીમાં માસ્ક અને સેનીટાઈઝરની વધુ જરૂરિયાતને પહોંચી વળવા સમયાંતરે તંત્ર દ્વારા આ વસ્તુઓ પુરી પાડવામાં આવી રહી છે. કચ્છ જિલ્લાના જુદા-જુદા સખી મંડળોએ માસ્કની માંગને પૂરી કરવા તૈયારી દર્શાવી માસ્કનું ઘર બેઠાં ઉત્પાદન શરુ કર્યું છે.