ભુજ: જી.કે.જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે ઉભા કરાયેલા કોરોના કોવીડ-19 આઇસોલેશન વોર્ડમાં હાલ 41 નર્સ રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. જયારે અંદાજે 140 જેટલી પરિચારિકાઓ વિવિધ વિભાગો અને વોર્ડમાં દર્દીઓની સેવા આપી રહી છે.
વિશ્વ નર્સિગ દિન નિમિતે જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ-કચ્છ તરફથી જી.કે.જનરલ હોસ્પિટલના પ્રિન્સિપાલ ગીતા.એમ ગોર રૂટીન સેવા, ઓપીડી, આઇપીડી, આઇસીઓ, ઓટી અને જે કોવીડ-19માં ફરજ બજાવે છે તે સૌને નર્સિગ ડેની શુભેચ્છા પાઠવી હતી. આ તકે આવનારા દિવસોમાં વધારે તંદુરસ્તી ઉત્સાહ અને પ્રેમથી પોતાની ફરજ પુરી પાડશે તેવો વિશ્વાસ દર્શાવ્યો છે.
‘‘નર્સ એટલે સંત. સંસારના દુઃખ લઇ સૌને સુખી કરનાર નર્સનો આજે વિશ્વ નર્સિગ ડે છે. ત્યારે તેમની સેવાકીય ફરજના સૌ નાગરિકો અને તબીબો ઋણી રહેશે’’ તેવુ સીવીલ સર્જન ડો.કશ્પય બુચે જણાવ્યું હતું
‘‘અમારા માટે તમે ઘરે રહો અમે તમારા માટે હોસ્પિટલમાં જ છીએ. કોરોના કોવીડ પેન્ડેમીકની સ્થિતિમાં સૈનિક જેવી જ કામગીરી છે. અમારા પર અમને ગર્વ છે અમને દર્દીઓની સૌથી નજીક અમારા કામે રાખ્યા છે’’ તેવુ ભૂજ જી.કે.જનરલ સીવીલ હોસ્પિટલના આસી.નર્સિગ સુપ્રિ.ઉર્મીબેન પટેલે જણાવ્યું હતું.
આજે નર્સિંગ ડે: ભૂજની કોરોના હોસ્પિટલમાં 41 નર્સ સેવામાં કાર્યરત - bhuj corona hospital
ભુજમાં જી.કે.જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે ઉભા કરાયેલા કોરોના કોવીડ-19 આઇસોલેશન વોર્ડમાં હાલ 41 નર્સ રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. જયારે અંદાજે 140 જેટલી પરિચારિકાઓ વિવિધ વિભાગો અને વોર્ડમાં દર્દીઓની સેવા આપી રહી છે.
૩ વર્ષથી સિવિલ હોસ્પિટલ ભુજમાં આસી.નર્સિગ સુપ્રિ. તરીકે ફરજ બજાવતાં હસીનાબેન અલીયાણાએ કહ્યું કે, ‘‘નર્સીગ કોઇ આર્મીથી કમ નથી. બધી જ ઈમરજન્સી વચ્ચે નર્સિગ સ્ટાફ રાતદિવસ જોયા વગર પુરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવે છે. મારો એટલો જ સંદેશો છે કે બધા ઘરે રહો સુરક્ષિત રહો અમે તમારી સેવા માટે સજ્જ છીએ.’’
આ ઉપરાંત એએનએસ અપેક્ષાબેન જૈને જણાવ્યું કે, ‘‘વૈશ્વિક મહામારી નોવેલ કોરોના કોવીડ-૧૯માં જેમ સૈનિક સરહદે બંદુક લઇને ઉભો રહે છે. તેમ કોવીડ સામે અમે ઉભા છીએ. કોરાના હારશે દેશ જીતશે. અમે અડીખમ ઉભા છીએ કોરોનાને માત કરવા.’’ જયારે કોરોના કોવીડ આઇસોલેશન વોર્ડમાં દાખલ બે દર્દીઓની સેવા કરતા પ્રવિણભાઇ કહે છે કે, ‘‘નર્સ એ ભગવાન જેવા છે જે દર્દીની સૌની નજીક છે. અમારી આ ફરજ બદલ અમને ગૌરવ છે.’’
યુધ્ધમાં સૈનિક માટે દેવદુત સમાન નર્સ ફલોરેન્સ ટાઈલિંગના માનમાં દર વર્ષે 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાય છે. પોતાના જીવના અને પરિવારના જોખમે દર્દીઓની સેવાની ફરજ બજાવનાર નર્સ હાલ ચાલી રહેલી નોવેલ કોરોના વાઇરસ કોવીડ-19 વચ્ચે સહેજ ભય વચ્ચે પણ નિષ્ઠાપૂર્વક કામ કરતા જોવા મળે છે.
વિશ્વભરના પીડિત લોકોની સેવા સુશ્રુષા કરતી નર્સોને તૈયાર કરનાર નર્સ ફલોરેન્સ નાઇટિંગલના જન્મનું આ 200મું વર્ષ છે. ‘‘લેડી વિશ ધ લેમ્પ’’નું ઉપનામ પામેલા ફલોરેન્સ સાથે રાત દિવસ જોયા વગર સૈનિકોની સેવા લેમ્પ સાથે કરતાં હોવાથી તેમને આ ઉપનામ મળ્યું છે. આ વર્ષે નર્સ દિવસની થીમ છે. ‘‘વિશ્વ સ્વાસ્થ્ય માટે નર્સિગ છે’’ વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે નોવેલ કોરોના સામે અડીખમ ઉભા રહી દર્દીઓની સેવા કરનાર નર્સિગ સ્ટાફને સો સલામ.......