ભુજના હમીરસર તળાવ નજીક રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. 50 ફૂટ ઊંચા ભગવાન જગન્નાથજીનુ રથ આકર્ષણનું કેંન્દ્ર બન્યું હતું. પ્રથમ વખત ભુજમાં બે રથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક રથ સાધુ સંતો અને હરિભક્તો ખેંચી રહ્યા હતા. જ્યારે, બીજા રથને મહિલા અને યુવતીઓ ખેંચી રહી હતી. રથમાં જગન્નાથજી બિરાજમાન થઈને નગરચર્ચાએ નીકળ્યા હતાં.
ભુજમાં એક સાથે બે રથ યાત્રા નિકળી
ભુજઃ જિલ્લામાં અષાઢી બીજના ઉજવણીના ભાગરૂપે ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા સતત છ વર્ષથી જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જયારે આ વખતે બે રથનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલા દ્વારા રથ ખેંચવામાં આવ્યો હતો. પ્રથમ વખત મહિલા માટે અલગ રથ રાખવામાં આવ્યો હતો.
KTC
ભુજમાં નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા. ભુજના રાજમાર્ગો જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠયાં હતા.