ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં ટ્રોલી રેફ્યુજનો જર્જરિત હિસ્સો સમુદ્રની ખાડીમાં પડતા 2ના મોત, 3 ઇજાગ્રસ્ત - Kutch

કચ્છઃ પ્રવેશદ્વાર સૂરજબારી પાસેના રેલવે ઓવરબ્રીજ પર કામ કરી રહેલા 7 શ્રમિકો દરિયાની ખાડીમાં પડી જતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને 3 લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા છે.

કચ્છ

By

Published : May 4, 2019, 10:26 PM IST

માહિતી પ્રમાણે,આ દુર્ઘટનામાં ઈશ્વરલાલ વિષ્ણુ ગોતે (ઉ.વ.27, રહે. મહારાષ્ટ્ર), શૈલેષ ફતેસીંગ જાટ (ઉ.વ.25, રાજસ્થાન) આ બે વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે લક્ષ્મણ માનકરાવ દાંડેકર (ઉ.વ.28), રાજકુમાર ભગવાનજી ખુલવા (ઉ.વ.22) અને કિશોર રામજી ગોતે (ઉ.વ.30)ને નાની-મોટી ઈજાઓ થતાં લાકડીયાને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં છે જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

કચ્છમાં ટ્રોલી રેફ્યુજનો જર્જરિત હિસ્સો સમુદ્રની ખાડીમાં પડ્યો
કચ્છના પ્રવેશ દ્વારા સુરજબારી રેલવે પુલમાં ખાનગી ઠેકેદારના પાંચ શ્રમિકો અને રેલવેના બે કર્મચારીઓ ઓવરબ્રીજ પર સ્લીપર બદલવાની અને ટ્રેક મેઈન્ટેનન્સની રૂટીન કામગીરી કરી રહ્યાં હતા. તે જ સમયે બરાબર માલગાડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ હતી. જેને પગલે કામ કરી રહેલા 7 લોકો ઓવરબ્રીજ પર બનાવેલી ‘ટ્રોલી રેફ્યુજ’ના પ્લેટફોર્મ પર જતાં રહ્યા હતા.

જો કે, આ માલગાડી પસાર થઈ રહી હતી તે સમયે સાતેય લોકો જ્યાં ઉભા હતા તે ટ્રોલી રેફ્યુજનો જર્જરિત અને સમુદ્રની ખારાશથી સડી ગયેલો હિસ્સો ટ્રેનની ધ્રુજારી વચ્ચે અચાનક તૂટી પડતા આ સાતેય લોકો ભારેખમ સ્લીપર સાથે ધડામ દઈ નીચે સમુદ્રની ખાડીમાં કમર સમાણાં પાણીમાં ખાબક્યાં હતા.

મજૂરો નીચે પડ્યા બાદ તેમના પર ભારેખમ સ્લીપર ખાબકતાં તેમના મૃત્યુ થયા હતાં. આ દુર્ઘટના બાદ સામખિયાળી પોલીસ અને નજીકના ચેરાવાંઢના લોકોએ હાઈડ્રા અને ક્રેઈનની મદદથી પાણીમાં પડેલાં સ્લીપર હટાવ્યા હતા. તેમજ બોટની મદદથી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટના અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details