કચ્છઃ જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગમાંથી મળતા સતાવાર આંકડાઓ મુજબ કોરોના મહામારીની અનેકગણી કામગીરી વચ્ચે પણ સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય માટેપણ કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને જનની સુરક્ષા યોજના અને કસ્તુરબા પોષણ સહાય યોજનામાં માર્ચ 2020થી ઓગષ્ટ 2020ના ગાળામાં 1275 મહિલાઓને ખાસ સંભાળ રાખવામાં આવી રહી છે. ગત વર્ષે 2019-2020માં 6568 મહિલાઓને જેમાં ભૂજમાં 1768, અંજારમાં 512, ગાંધીધામમાં 363 , ભચાઉમાં 281, રાપરમાં 1188, માંડવીમમ. મુંદરામાં 373, નખત્રાણામાં 734, અભડાસામાં 254 અને લખપતમાં 205 મહિલાઓને લાભ અપાયો હતો. જયારે 2018-2019માં 7250 મહિલાઓને જેમાં ભૂજમાં 1632, અંજારમાં 768. ગાંધીધામમાં 594, ભચાઉમાં 267, રાપરમાં 1634, માંડવીમાં 690, મુંદરામાં 428, નખત્રાણાંમાં 582, અબડાસામાં 370 અને લખપત તાલુકામાં 270 મહિલાઓને લાભ અપાયો હતો.
કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમ કુમાાર કન્નરે ઈટીવી ભારતને જણાવ્યુ હતુ કે કચછમાં તમામ કામગીરી વચ્ચે ખાસ કરી ગરીબ વર્ગની કોઈપણ મહિલાને સંગર્ભાથી કરીને બાળક નવા માસનું થાય ત્યાં સુદી જનની સુરક્ષા સહાય અને કસ્તુરબા પોષણ સહાય ખાસ આપવાનો અમારો પ્રયાસ રહે છે. જનની સુરક્ષા યોજનામાં 700 રૂપિયા અને કસ્તુરબા સહાય યોજનામાં સગર્ભા થાય ત્યારે 2000, બાળકના જન્મ સમયે 2000 અને બાળક નવ માસનું થાય ત્યારે 2000 રૂપિયાની સહાય અપાય છે. મહિલાઓે અંતરિયાળ વિસ્તારમાંથી તબીબની સલાહ સુચન સારવાર માટે મુખ્ય દવાખાનાઓમાં આવે તે માટે ખાસ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાપણ ગોઠઠવામાં આવે છે.