કચ્છમાં 108ની 29 કુલ એમ્બ્યુલન્સ છે, તમામ સાથે મળીને 2007થી 2019 દરમ્યાન કુલ 344048 જેટલી ઈમરજન્સી સેવા આપી છે. સેવાનો રિસ્પોન્સ સમય 28 મિનિટ અને 59 સેકન્ડ અને સાઈકલ સમય 1 કલાક અને 46 મિનિટ રહ્યો છે. કુલ ઈમરજન્સીમાંથી 48 ટકા એટલે 164767 કેસ માત્ર પ્રસૂતિના છે. 10 ટકા કેસ ટ્રોમા સેન્ટર , 4 ટકા કેસ હૃદય સંબંધી તકલીફના અને 3 ટકા કેસ શ્વાસની તકલીફ ઉપરાંત 35 ટકા અલગ-અલગ ઈમરજન્સી કેસનો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય ટેટ્રિક ચેલેન્જમાં કચ્છની 108ની ટીમે ભાગ લીધો
કચ્છઃ જિલ્લામાં કાર્યરત 108ની ટીમ ટ્રેટિક ચેલેન્જમાં જોડાઈ હતી.વિશ્વભરમાં ટેટ્રિક ચેલેન્જ શો ક્રેઝ વધી રહ્યો છે. જેમાં ઈમરજન્સી સર્વિસમાં કામ કરતા વાહનો/એમ્બ્યુલન્સની અંદરના સાધન સામગ્રી જે ઈમરજન્સીમાં ઉપયોગ થતા હોય તેવા બધા સાધનોને બહાર કાઢી, જમીન પર વ્યવસ્થિત ગોઠવી એક કૃતિ તૈયાર કરવામાં આવે છે
આંતરરાષ્ટ્રીય ટેટ્રીસ ચેલેન્જ કચ્છની 108ની ટીમે કર્યું પુર્ણ
એક 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ આજથી બે વર્ષ પહેલાં કચ્છમાં શરૂઆત થઈ હતી. તેમાં અત્યાર સુધી કુલ 3030 ઈમરજન્સી સેવા આપી ચુકી છે. 56 ટકા કુતરા, 34 ટકા રસ્તે રખડતા પશુઓનો સમાવેશ થાય છે. 181 મહિલા હેલ્પલાઈનની કુલ બે એમ્બ્યુલેન્સ છે. જેમાં 23453 કેસ નોંધાયા છે. જે કચ્છમાં' માર્ચ 2015થી સેવા આપે છે. જેમાં 31 ટકા જેટલા કેસ ઘરેલુ હિંસાના અને , 8 ટકા વ્યસન કરીને થતી હિંસા ના નોંધાયા છે.