કચ્છ બહુ ચર્ચિત 10 કરોડના હાઈ પ્રોફાઈલ હનીટ્રેપ (honey trap case Kutch) કેસમાં ઝડપાયેલ મુખ્ય આરોપી જેન્તી ઠકકર અને તેના ભાણેજ કુશલ ઠકકરની જામીન અરજી અધિક ચીફ કૉર્ટે ફગાવી દીધી છે. અને બંને આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.આ કેસમાં દિવાળી અગાઉ ઝડપાયેલ આરોપી વિનય રેલોનના ગુજરાત હાઈકોર્ટેએ (Gujarat High Court) 6 માસ સુધી કચ્છ જિલ્લામાં પ્રવેશ નહીં કરવા સહિતની 6 શરતો સાથે જામીન આપ્યાં છે.
આ પણ વાંચો Honey Trap: સોશિયલ મીડિયા પર ચેટિંગ કરી આધેડને ફસાવ્યો, 16.50 લાખ ચુનો
એલસીબીએ ઝડપી લીધોઆદિપુરના ફાઈનાન્સર અનંત તન્નાને હનીટ્રેપમાં (honey trap case Kutch) ફસાવી રૂપિયા 10 કરોડની કથિત ખંડણી માંગવાના ચકચારી પ્રકરણમાં મુખ્ય સુત્રધાર મનાતા મુખ્ય આરોપી જેન્તી ઠકકર અને તેના ભાણેજને તારીખ 5મી જાન્યુઆરીના રોજ અમદાવાદ ગાંધીનગર હાઈવે પર આવેલ શાંતીગ્રામ ટાઉનશીપથી પશ્ચિમ કરછ એલસીબીએ ઝડપી લીધો હતો. અત્યાર સુધી આ કેસમાં 4 માણસ પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે.
નિવેદન લેવાયુંકચ્છ અને મુંબઇના માથાઓને (honey trap gujarat ) સાંકળતા ચકચારી હનીટ્રેપ અને 10 કરોડની ખંડણીની માગણી સાથેના આરોપવાળી ફરિયાદના કેસમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા મુંબઇથી બોલાવાયેલા કેસના મહત્ત્વના આરોપી કચ્છ લડાયક મંચના સ્થાપક અધ્યક્ષ રમેશ જોશીની પૂછતાછ સાથે તેમનું નિવેદન પણ લેવાનું શરૂ કરાયું હતું.
તબિયત લથડીપ્રથમ દિવસે આ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થતાં બાકીની કાર્યવાહી બીજા દિવસ ઉપર રખાઇ હતી. કેસની તપાસનીશ એજન્સી પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક દ્વારા મુકાયેલા સમન્સ અન્વયે અગાઉથી જાહેર કર્યા મુજબ કચ્છ લડાયક મંચના રમેશ જોશી ભુજ આવ્યા હતા. તેમણે આ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવાની કામગીરી પોલીસ સાથે શરૂ કરાવી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાલી રહેલી બે દિવસની મેરેથનો પૂછપરછ દરમિયાન ગત રાત્રે તબિયત લથડતાં આરોપીને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આરોપી હજુ હોસ્પિટલમાં સારવાર તળે હોવાનુંLCB PSI સંદીપસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.