ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના કપડવંજ શહેરમાં એક યુવાનને કોરોના પોઝિટિવ, જિલ્લામાં કુલ આંક 17

ખેડા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતા સંંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક કેસનો વધારો થતા કોરોના પોઝિટિવના કુલ 17 કેસ થયા છે.

ખેડાના કપડવંજ શહેરમાં એક યુવાનને કોરોના પોઝિટિવ,  જિલ્લામાં કુલ આંક 17 પહોંચ્યો
ખેડાના કપડવંજ શહેરમાં એક યુવાનને કોરોના પોઝિટિવ, જિલ્લામાં કુલ આંક 17 પહોંચ્યો

By

Published : May 6, 2020, 8:50 PM IST

ખેડાઃ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. કપડવંજ શહેરમાં રહેતા અને અમદાવાદ ખાતે નોકરી કરતા યુવાનનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તંત્ર દ્વારા સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખેડાના કપડવંજ શહેરમાં એક યુવાનને કોરોના પોઝિટિવ, જિલ્લામાં કુલ આંક 17 પહોંચ્યો

કપડવંજ શહેરના ધાંચીબારી વિસ્તારમાં રહેતા અને અમદાવાદ ખાતે નોકરી કરતા યુવકને શંકાસ્પદ લક્ષણો જણાતાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતા હાલ દર્દી નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

કપડવંજ શહેરમાં કોરોનાના પ્રવેશને પગલે લોકો ચિંતિત બન્યા છે. તંત્ર દ્વારા વિસ્તારને સેનેટાઈઝ કરવા સહિત દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લામાં એક કેસનો વધારો થતા જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 17 કેસ થયા છે.

ABOUT THE AUTHOR

...view details