ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં અપમૃત્યુના બે બનાવમાં બે મૃત્યુ - Suicide

ખેડા જીલ્લામાં બે ઘટનાઓમાં યુવાનોએ આત્મહત્યા કરી હતી. જેમાં બંન્ને યુવાનોએ મૃત્યું થયા હતા.જે મામલામાં પોલિસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

xx
ખેડામાં અપમૃત્યુના બે બનાવમાં બે મૃત્યુ

By

Published : Jun 14, 2021, 9:23 PM IST

  • નડિયાદમાં 2 યુવાનોએ કરી આત્મહત્યા
  • એક રેલવે ટ્રેક પર પડતું મુક્ય તો બીજાએ કેનાલમાં ઝંપલાવ્યું
  • પોલીસે બંન્ને ઘટનાની તપાસ હાથ ધરી

નડિયાદ: ભૂમેલ પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ પરથી અગમ્ય કારણસર પડતું મૂકી 18 વર્ષીય યુવકે આત્મહત્યા કરી હતી.આણંદ સામરખા ચોકડી પાસે હેર સલૂન દુકાન ધરાવતા પ્રણવ પિયુષભાઈ ભાટિયા નામના યુવકે પોતાનું એક્ટિવા રેલવે બ્રીઝ પર પડતું મુક્યું હતું. બનાવની જાણ થતાં ચકલાસી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : ખેડામાં આત્મહત્યાની 2 ઘટનામાં 2ના મોત, 2 ગંભીર

કેનાલમાંથી પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

નડિયાદ તાલુકાના કેરીઆવી ગામના સીમ વિસ્તાર પાસેથી પસાર થતી કેનાલમાંથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો.કેનાલમાં મૃતદેહ તરતો જોતા સ્થાનિકો કેનાલ પર ઉમટ્યા હતા.સ્થાનિકો એ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.જે મામલે નડીયાદ ગ્રામ્ય પોલિસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : નડીયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના દર્દીએ કરી આત્મહત્યા

ABOUT THE AUTHOR

...view details