નડિયાદમાં મતદાન સ્ટાફને અપાઇ ચૂંટણીલક્ષી તાલીમ - Nadiad
ખેડા: લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૨૩-૦૪-૧૯ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે પ્રિસાઇડીંગ ઓફિસર, મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસર, મતદાન સ્ટાફ તેમજ પોલીસ કર્મીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નડિયાદ વિધાનસભા મતવિભાગના ચૂંટણી મતદાન કામગીરી સાથે સંકળાયેલા ૭૦૦ ઉપરાંત કર્મીઓને ઇપ્કોવાલા હોલ, નડિયાદ ખાતે તાલીમ આપવામાં આવી હતી.
સ્પોટ ફોટો
મદદનીશ ચૂંટણી અધિકારી લલિત પટેલે ચૂંટણી દરમિયાન મતદાનના દિવસે ખૂબજ ચોક્સાઇ પૂર્વક પોતાની ફરજ બજાવવા જણાવ્યું હતું. વધુમાં EVM,VVPAT, વિવિધ પ્રકારના ફોર્મ કેવી રીતે ભરવા, વૈદ્યાનિક અને બિનવૈદ્યાનિક બાબતો અંગે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મતદાત સ્ટાફને વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.