ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રાધામ ડાકોર પાસે 5 કિ.મી. લાંબી વાહનોની કતારોથી ભારે ટ્રાફિકજામ, એમ્બ્યુલન્સ પણ અટવાઇ - KHEDA

ખેડાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિક ચોકી પાસે ચોકડી પર જ વાહનોની 5 કિલોમીટર લાંબી કતારો સર્જાઈ હતી. જેને કારણે ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પર અટવાઇ હતી. ટ્રાફિક હળવો કરવા લોકોએ જાતે જ ટ્રાફિક નિયમન કરવાની ફરજ પડી હતી.

dakor

By

Published : May 19, 2019, 4:49 PM IST

ડાકોર ચોકડી પાસે આવેલી પોલીસ ચોકીની આસપાસ આજે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આગ ઓકતી ગરમીમાં ભરબપોરે કલાકો સુધી ટ્રાફિક રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પાંચ કિલોમીટર સુધી વાહનોનો પૈડા થંભી જતા લોકોએ ગરમીમાં શેકાવું પડયું હતુંં. જેથી પોલીસ અને TRBની ફરજ પ્રત્યેની બેદરકારીને કારણે લોકોમાં રોષ ઉભો થયો હતો. આ ટ્રાફિકના કારણે સામાન્ય વાહનચાલક તો ઠીક પણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ એમ્બ્યુલન્સ પણ અટવાઇ હતી. જેથી દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો.

યાત્રાધામ ડાકોર પાસે 5 કિ.મી. લાંબી વાહનોની કતારોથી ભારે ટ્રાફિકજામ, એમ્બ્યુલન્સ પણ અટવાઇ

મહત્વનું છે કે, સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર કાયમ યાત્રાળુઓ અને ટ્રાફિકથી ધમધમતું રહે છે. આ ઉપરાંત, અમદાવાદ ઇન્દોર હાઇવે પર આવેલું હોવાથી ભારે વાહનોની સતત અવરજવર રહે છે. તેમાં વળી પૂનમ, જાહેર રજા અને તહેવારના દિવસોમાં યાત્રાળુઓનાં ભારે ધસારાને કારણે ભારે ટ્રાફિક સર્જાય છે. લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાય છે, જેને લીધે સ્થાનિક નગરજનો સહિત યાત્રાળુઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. જેથી રસ્તા ઉપર નડતરરૂપ દબાણ હટાવી ટ્રાફિકનો કાયમી ઉકેલ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details