ખેડા પોલિસ માટે આશીર્વાદરૂપ નીવડી રહેલો વિશ્વાસ પ્રોજેક્ટ ખેડા: કોઇ સ્થાનિક તંત્ર તમામ એવા પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં શહેરની આર્થિક વ્યવસ્થા ના તૂટે. જેમાં કોઇ નિયમ પણ તોડે તો પણ સજા મળે અને કોઇ ગુનો કરે તો તેને પણ સજા મળે. ત્યારે આ તૈયારીના ભાગરૂપે ખેડામાં વિશ્વાસ પ્રોજેકટ હેઠળ ખેડામાં 324 સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ નડિયાદ ખાતે કુલ 41 સ્થળો પર 200 અને જિલ્લાનાં મુખ્ય ધાર્મિક સ્થળ ડાકોરના કુલ 29 સ્થળો ખાતે 124 એમ કુલ 324 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
પર્દાફાશ કરવા મદદ: સ્થળોની હિલચાલને રુરલ પોલીસ સ્ટેશન, નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, નડિયાદ ખાતે 24 કલાક મોનિટર કરવામાં આવે છે. આ સીસીસીટીવી કેમેરાની મદદથી જિલ્લા પોલીસ વિભાગને ચોરી, લૂંટ,ચેન સ્નેચિંગ, કિડનેપીંગ, ખોવાયેલ વ્યક્તિ અને વસ્તુઓની શોધ, હિટ એન્ડ રન જેવી ગુનાહિત પ્રવૃતિઓને પર્દાફાશ કરવામાં ઉલ્લેખનીય મદદ મળી છે.
નિકાલ લાવવામાં મદદ: નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર પર કાર્યરત ઈવેન્ટ પોર્ટલ અનુસાર આ સીસીટીવી કેમેરાઓથી તારીખ 10-01-20 થી શરૂ કરીને અત્યાર સુધીમાં જિલ્લા પોલીસ વિભાગને ખોવાયેલ વસ્તુઓના 48,રોડ એકસીડન્ટ 47,હિટ એન્ડ રનના 7, ચોરીના 32,ખોવાયેલ વ્યક્તિઓના 15,કિડનેપિંગના 2, ટ્રાફિક વ્યવસ્થાપનનો 1, ગુના પછીની તપાસમાં મદદરૂપના 17,કોવિડ જાહેરનામાના ઉલ્લંઘન બદલ માસ્ક વિના ફરનારના 6888 અને અન્ય જાહેરનામાના ઉલ્લંઘન બદલ 459 કેસ એમ કુલ 7519 કેસોનો સકારાત્મક નિકાલ લાવવામાં મદદ મળી છે.
વિશ્વાસ પ્રોજેક્ટની શરૂઆત:2019 માં વિશ્વાસ પ્રોજેક્ટની શરૂઆત કરાઈ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના વરદ હસ્તે 2019 માં ‘વિશ્વાસ’ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને ગુજરાત રાજ્યમાં 33 જિલ્લાઓના મુખ્ય મથકો, રાજ્યના 6 ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળ- સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જાહેર પ્રવૃતિઓની હિલચાલનું નિરિક્ષણ કરવા નેત્રમ (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા હતા. નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર,નડિયાદની ટીમની પ્રશંસનીય કામગીરી બદલ જિલ્લા પોલીસ વિભાગ અને ગુજરાત સરકાર માટે હર્ષની લાગણી વ્યક્ત કરતા મહેમદાવાદના રહેવાસી 56 વર્ષીય પ્રજ્ઞેશ પંડ્યાએ જણાવ્યુ હતું કે તારીખ 10 મે,2023ના રોજ નડિયાદ રેલવે સ્ટેશનથી તેમનો મોબાઈલ ગુમ થયો હતો.
" તારીખ 17 જૂન 2023ના રોજ જિલ્લા પોલીસ વિભાગને આ બનાવ અંગેની રજૂઆત કરતા નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની ટીમે પ્રજ્ઞેશભાઈને સીસીટીવી ફુટેજ બતાવીને ફક્ત 4 કલાકની અંદર ગુમ થયેલ મોબાઈલ મેળવી આપ્યો હતો. મોટાભાગના ગુનાઓની તપાસમાં સીસીટીવી કેમેરા દ્વારા મદદ મળતી રહે છે" -- રાજેશ ગઢીયા,એસપી,ખેડા
કેમેરા લગાવવાની કામગીરી: જીલ્લા પોલિસ અધિક્ષક રાજેશ ગઢીયાએ વધુ માહિતી આપતા જણાવ્યું જણાવ્યું હતું કે મોટાભાગના ગુનાઓ કોઈના કોઈ પ્રકારે સીસીટીવી કેમેરા દ્વારા મદદ મળતી રહે છે. ટ્રાફિક નિયમનો કોઈ ભંગ કરે, ચોરીની ઘટનામાં, અપહરણની ઘટનામાં અથવા વ્યક્તિના અગત્યના ડોક્યુમેન્ટ કે ચીજ વસ્તુઓ ખોવાય તો પણ આવી ઘટનાઓમાં ગુનાઓ ડિટેક્ટ કરી લોકોને ચીજ વસ્તુ પરત કરવામાં આવે છે. આગામી સમયમાં વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી કરવામાં આવશે.
- kheda Crime : 16 વર્ષના કિશોરને પાડોશીએ છાતીના ભાગે મુક્કા મારીને મારી નાખ્યો
- Kheda News : ખેડામાં ભૂંડ પકડવા નાંખેલી જાળમાં બે દીપડા ફસાયાં, એક ભાગી છૂટતાં લોકોમાં ભય વધ્યો