- ખેડા પોલીસે બાકી ઉઘરાણીને થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો
- પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ
- માથામાં ફટકા મારી કેનાલમાં ફેંકી આરોપીઓ ભાગી ગયા હતા
ખેડાઃ ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં રહેતા ઈલ્યાસભાઈ શેખનો મૃતદેહ 12 જાન્યુઆરીના રોજ ઠાસરાના ડાભસર પાસેથી પસાર થતી શેઢી કેનાલમાંથી મળી આવ્યો હતો. સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ઇલ્યાસ ભાઈના ગુમ થવા બાબતની ફરિયાદ નોંધાઈ હતી. જેમનો મૃતદેહ મળતા ઠાસરા પોલીસ દ્વારા સેવાલિયા પોલીસને જાણ કરતા પરિવારજનોએ પહોંચી મૃતદેહની ઓળખ કરી હતી. જેમાં માથાના ભાગે ઈજા પહોંચાડી હત્યા થઈ હોવાનું ખુલતા ઠાસરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
હત્યાના મામલામાં ખેડા એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાતમીને આધારે શકમંદ નસરૂદ્દીન શેખ,(રહે. રૂસ્તમપુરા,તા-ગળતેશ્વર)ની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે પોતાના સાગરીત હારૂન શેખ અને રોહિત પરમાર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ પોલીસે બંને સાગરીતોની પણ ધરપકડ કરી હતી.
બાકી ઉઘરાણીને લઈ કરાઈ હત્યા