ખેડા: કપડવંજ બાર એસોસિયેશન તથા નોટરી એડવોકેટ દ્વારા ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા ગામના તલાટીઓને 22 જેટલા વિવિધ પ્રકારના સોગંદનામા કરવાની સત્તા આપતો પરિપત્રની જાહેરાત કરતાં પરિપત્ર તાત્કાલિક અસરથી રદ કરવા અને ગુજરાતનાં નોટરી પબ્લિકના હિતોનું રક્ષણ કરવા તથા નોટરી એક્ટનું પાલન કરવા તાત્કાલિક પરિપત્ર રદ્દ કરવાની માગ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ખેડા: કપડવંજ બાર એસોસિયેશને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું - કપડવંજના તાજા સમાચાર
ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને વિવિધ 22 જેટલા સોગંદનામા કરવાની સત્તા આપવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી આ પરિપત્રનો વિરોધ કરી તાત્કાલિક અસરથી પરિપત્ર રદ કરવા માટે કપડવંજ બાર એસોસિયેશન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
કપડવંજ બાર એસોસિયેશને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
એડવોક્ટ અને નોટરી દ્વારા આ કાયદાનો સખત વિરોધ દર્શાવી આ પરિપત્રને તાત્કાલિક પરત ખેંચવા માગ કરી હતી.
આ પ્રસંગે વકીલ મંડળના પ્રમુખ જે.યુ.મલેક,ડી.પી.રાવ, સેક્રેટરી પી.એચ. ઝાલા, જિલ્લા નોટરી એસોસિયેશન ઉપપ્રમુખ એમ.ટી.ઝાલા, કારોબારી સભ્ય મદીનાબેન, દક્ષાબેન.એચ.એચ.મલેક, આઈ.બી.ચૌહાણ, ડી.એન.બારોટ, કૌશિક પરમાર ફરીદ મીરજા, એસ.એ.પટેલ વગેરે એડવોકેટ તથા નોટરી ઉપસ્થિત રહ્યા હતા.