- કેદીને શારિરિક તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો
- બાથરૂમ જવાના બહાને ફરાર થયો
- પોલિસ દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી
ખેડા : નડીયાદ સિવિલ હોસ્પિટલમાંથી બિલોદરા જેલમાં સજા કાપતો કેદી ફરાર થઈ ગયો હતો. જેને લઈ પોલિસ તંત્ર દોડતું થયું હતું. કેદીને શારિરિક તપાસ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. મૂળ કપડવંજ તાલુકાના હિરાપુર ગામનો હર્ષદ ઉર્ફે ભુવાજી સોલંકી બિલોદરા જેલમાં સજા કાપી રહ્યો છે. જેને બિલોદરા જેલ પોલીસ શારીરિક તપાસ માટે નડીયાદ સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી.
આ પણ વાંચો : નડીયાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીએ કરી આત્મહત્યા