ખેડાઃ સરસવણી ગામે શિક્ષક દ્વારા શિક્ષિકા સાથે અણછાજતું વર્તન કર્યુ હતું. જે કારણે શિક્ષિકાએ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટના મહેમદાવાદ તાલુકાની સરસવણી પ્રાથમિક શાળામાં બની હતી. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને શાળાની એક શિક્ષિકા સાથે અણછાજતું વર્તન કરવા મામલે વિવાદિત શિક્ષક ધનજીભાઈ ડાભીએ ઉપવાસ પર ઉતર્યા હતા. જે બાદ ગણતરીના સમયમાં જ પારણાં કરાવાયા હતા.
શિક્ષિકાએ અણછાજતું વર્તન કરતા લંપટ શિક્ષકને ચખાડ્યો મેથાપાક, જુઓ વીડિયો - mahemdavad
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામે શિક્ષક દ્વારા શિક્ષિકા સાથે અણછાજતું વર્તન કરતા શિક્ષિકાએ શિક્ષકની ધોલાઈ કરી હતી. જે મામલે લંપટ શિક્ષકે ઉપવાસ પર ઉતરવાનું નાટક કર્યું હતું. ગ્રામજનો અને વાલીઓએ શિક્ષિકા દ્વારા કરવામાં આવેલી ધોલાઈના સીસીટીવી ફૂટેજ કલેક્ટર સમક્ષ રજૂ કરી લંપટ શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરાઈ હતી.
આ ઘટનાને પગલે વાલીઓ અને ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત કલેક્ટર કચેરી પહોંચીને કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી. ગ્રામજનોએ આ શિક્ષક દ્વારા શિક્ષિકા સાથે અણછાજતું વર્તન કરતા શિક્ષિકા દ્વારા કરવામાં આવેલી ધોલાઈના સીસીટીવી ફૂટેજ રજૂ કરાયા હતા. લંપટ શિક્ષકની પોલ ખોલી ઘટનાના સીસીટીવી કલેકટર સમક્ષ રજૂ કરી આ શિક્ષક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી રહી છે. જે મામલે કલેકટરે વાલીઓ તથા વિદ્યાર્થીઓને કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
આ વિવાદ થવાથી શિક્ષકની બદલી કરી દેવામાં આવી છે. જેને લઈ હાલ આ શિક્ષક દ્વારા આક્ષેપ અને તપાસથી દૂર ભાગવાના આશ્યયથી ઉપવાસનું નાટક કરવામાં આવ્યું હતું.