ગુજરાત

gujarat

By

Published : Mar 12, 2020, 5:26 PM IST

ETV Bharat / state

કપડવંજ પાસે વાત્રક નદીના પુલ પર ગાબડું પડ્યું, વાહન વ્યવહાર ખોરવાયો

ખેડા જીલ્લાના કપડવંજના વાત્રક નદીના પુલ પર ગાબડું પડતા વાહન વ્યવહાર માટે પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઇ અમદાવાદ અને કપડવંજ તરફ જતા આસપાસના અનેક ગામોના લોકોનો વાહન વ્યવહાર ખોરવાયો છે. પુલ પર ગાબડું પડતા સલામતીના કારણોસર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

etv bharat
etv bharat

ખેડા: કપડવંજ નજીકથી પસાર થતી વાત્રક નદીના પુલ પર પાંચ ફૂટ જેટલું ગાબડું પડ્યું છે.પુલ પરથી કપડવંજ સહિત અનેક ગામોના લોકો કપડવંજ અને અમદાવાદ તરફ જવા માટે અવરજવર કરતા હોય છે.ગાબડું પડવાને કારણે દોડધામ મચી જવા પામી હતી.પુલ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.જેને કારણે કપડવંજ અને કઠલાલના અનેક ગામોનો વાહનવ્યવહાર ખોરવાયો છે.

વાહન વ્યવહાર ખોરવાયો

સલામતીના કારણોસર પુલની બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, પુલના નિર્માણને માત્ર દસ વર્ષ જેટલો જ સમય થયો છે. ત્યાં ગાબડાં પડવાની શરૂઆત થઇ છે.જેને લઇ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.ત્યારે વહેલી તકે ગાબડાંની મરામત કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details