તાજેતરમાં નડિયાદ તેમજ બોરસદથી બાળકીઓના અપહરણ કરવાની ઘટના બનવા પામી હતી. જેને લઇ ખેડા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી હતી. જે દરમિયાન આ આરોપી સાયકલ પર બેસાડી બાળકીને લઇ જતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેથી આરોપીને ઝડપી પાડવા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અપહરણકર્તા સાયકલ સવાર ઈસમ કઠલાલ ઓઢવ રોડ પર સાયકલ લઈને ફરે છે, તેવી બાતમી મળી હતી. જેને આધારે ઓઢવ પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઝઘડાની અદાવતને લઈને બાળકીઓનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો - Gujarati News
ખેડાઃ નડિયાદ તેમજ આણંદ જિલ્લાના બોરસદથી સાયકલ પર બેસાડી બાળકીનું અપહરણ કરનાર આરોપીને ખેડા એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝઘડાની અદાવતને લઈને આરોપી બાળકીઓને દૂર લઇ જઈ એકલી મૂકી દેતો હતો.
ઝઘડાની અદાવતને લઈને બાળકીઓનું અપહરણ કરનાર આરોપી ઝડ્પાયો
જેની પૂછપરછ કરતા પોતે સુરેશભાઈ કાનજીભાઈ ઠાકોર હોવાનું જણાવ્યું હતું. જેને અપહરણના બંને ગુના બાબતે પૂછતાં તેણે ઝઘડાની અદાવતને કારણે બાળકીઓનું અપહરણ કરી થોડે દૂર લઇ જઈને એકલી મૂકી દેતો હોવાની કબૂલાત કરી હતી. જેને લઇ આરોપીને ઝડપી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.