ગુજરાત

gujarat

ETV Bharat / state

શિક્ષક કભી સાધારણ નહીં હોતાઃ વિદ્યાર્થીઓને ગમેય ખરાં ને રક્ષણ પણ થાય એવા માસ્ક બનાવતાં શિક્ષક - કોરોના માસ્ક

કોરોના મહામારીએ કેર વર્તાવ્યો છે ત્યારે શાળાને પોતાનો પરિવાર અને વિદ્યાર્થીઓને પોતાના સંતાન માનતાં એક સંવેદનશીલ પ્રાથમિક શિક્ષક દ્વારા પોતાના નાનકડા વિદ્યાર્થીઓને પહેરવા ગમે અને જોવા ગમે એવા સ્માઇલી ફેસવાળા માસ્ક તૈયાર કરી વિતરણ કરવામાં આવી રહ્યાં છે. આ શિક્ષક જાતે માસ્ક તૈયાર કરી લૉક ડાઉનમાં સમયનો સદુપયોગ કરી રહ્યાં છે, તો બીજીતરફ કોરોના સંક્રમણ સામે ઘેરબેઠાં બાળકોનું રક્ષણ પણ કરી રહ્યાં છે.

શિક્ષક કભી સાધારણ નહીં હોતાઃ વિદ્યાર્થીઓને ગમેય ખરાં ને રક્ષણ પણ થાય એવા માસ્ક બનાવતાં શિક્ષક
શિક્ષક કભી સાધારણ નહીં હોતાઃ વિદ્યાર્થીઓને ગમેય ખરાં ને રક્ષણ પણ થાય એવા માસ્ક બનાવતાં શિક્ષક

By

Published : May 25, 2020, 6:41 PM IST

ખેડાઃ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વાલ્લા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાના એક સંવેદનશીલ શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કોરોના મહામારીમાં બાળકોને જોવા ગમે અને પહેરવા ગમે તેવા સ્માઇલી ફેસ વાળા આકર્ષક માસ્ક બનાવી વિતરણ કરવામાં આવી રહ્યાં છે. કોરોના મહામારીએ કેર વર્તાવતાં વિદ્યાર્થીઓ માટે પોતાના સંતાનો જેવું હેત ધરાવતાં આ શિક્ષકને આ મહામારીમાં મારા બાળકોનું શું થશે તેવો વિચાર આવ્યો અને તેમાંથી કોરોના સામે બાળકોનું રક્ષણ કરવા અને મહામારી સામે લડવા માસ્કનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું નક્કી કર્યું. જેના વિચાર મંથનમાંથી બાળકોને પહેરવા ગમે તેવા આકર્ષક સ્માઇલી ફેસ ધરાવતાં માસ્ક બનાવવાનું નક્કી કર્યું અને તે મુજબ શાળાના 585 જેટલા તમામ બાળકોને જાતે માસ્ક તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યાં. હાલ હિતેશભાઈ દ્વારા આવા 5000 જેટલા માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જે આજુબાજુની 11 જેટલી શાળામાં વિતરણ કરવામાં આવશે.

શિક્ષક કભી સાધારણ નહીં હોતાઃ વિદ્યાર્થીઓને ગમેય ખરાં ને રક્ષણ પણ થાય એવા માસ્ક બનાવતાં શિક્ષક
હાલ કોરોના મહામારીને લઈને લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકડાઉનમાં પોતાને મળેલી નવરાશના સમયનો સદુપયોગ કરવા સાથે ઘેરબેઠાં પોતાના વિદ્યાર્થીઓનું આ શિક્ષક દ્વારા રક્ષણ કરવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહી હોતા ત્યારે વેકેશનમાં ઘેર બેસીને પણ પોતાના વિદ્યાર્થીઓની ચિંતા કરનાર આ ઉમદા શિક્ષક ગુરુ તરીકેના કર્તવ્યનું ઉત્તમ અને પ્રેરણાદાયક ઉદાહરણ રજૂ કરી રહ્યાં છે.
શિક્ષક કભી સાધારણ નહીં હોતાઃ વિદ્યાર્થીઓને ગમેય ખરાં ને રક્ષણ પણ થાય એવા માસ્ક બનાવતાં શિક્ષક

ABOUT THE AUTHOR

...view details