ખેડા: જિલ્લામાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. નડિયાદ શહેરના ચકલાસી ભાગોળ વિસ્તારમાં 1 યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામે 2 કેસ તેમજ મહુધામાં 1 કેસ નોંધાયો છે.
ખેડામાં 4 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કુલ 24 કેસ
ખેડા જિલ્લામાં વધુ 4 કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. હાલ ખેડા જિલ્લામાં કુલ 24 કોરોના પોઝિટિવ કેસ છે.
કોરોના પોઝિટિવ કેસ
આ તમામ દર્દી હાલ નડિયાદની એન. ડી. દેસાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા વિસ્તારોને કન્ટેઈનમેન્ટ કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેનાં પગલે હાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 24 થઈ ગઈ છે.