ગુજરાત

gujarat

ETV Bharat / state

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રામનવમીની કરાઇ ઉજવણી

ખેડાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રામનવમીની ભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયના રામ અવતારમાં દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 14, 2019, 11:33 PM IST

રામનવમી નિમિત્તે ડાકોરના ઠાકોર રાજાધિરાજ રણછોડરાયને કેવડાના મુગટ તેમજ સોનાના ધનુષ બાણ ધારણ કરાવ્યા હતા. રામનવમી નિમિત્તે મંગળા આરતી બાદ શૃંગાર થઇ બપોરે 12 કલાકે શ્રીરામચન્દ્રજીનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ભગવાન રામને પંજરીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસાદનું ભગવાનના દરેક અવતારમાં વિશેષ મહત્વ રહેલું છે. રણછોડરાયજીના રામ અવતારમાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા અને દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ડાકોરમાં રામનવમીની ઉજવણી

મહત્વનું છે કે, ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભગવાનના દરેક અવતારના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભાવિકો ભાગ લઈ ધન્યતા અનુભવે છે.

ABOUT THE AUTHOR

...view details