ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં બસ સ્ટેશન રોડ પર એક ગાયે 3 થી 4 લોકોને અડફેટે લીધા હતા. આવતા જતા લોકોની પાછળ પડી અડફેટમાં લેતા 3 થી 4 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચવા પામી હતી. જો કે શહેરમાં રખડતા ઢોરોને અંકુશમાં લેવા નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ડાકોરમાં રખડતા ઢોરનો ત્રાસ, એક ગાયે 4 રાહદારીઓને લીધા અડફેટે
ખેડા: જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે આજે સાંજે બસ સ્ટેશન રોડ પર એક ગાયે 3 થી 4 લોકોને અડફેટે લીધા હતા. જેને લઇને યાત્રાધામમાં નગરપાલિકાની બેદરકાર કામગીરીને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ડાકોરમાં રખડતા ઢોરનો ત્રાસ, એક ગાયે 4 રાહદારીઓને લીધા અડફેટે
મહત્વનું છે કે, સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓની તેમજ વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે જાહેર માર્ગો પર રખડતા ઢોર વારંવાર લોકોને ઈજાઓ પહોંચાડવાના કિસ્સાઓ બની રહ્યા છે. જેને લઇને નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.