વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે શનિવારના રોજ મોડી રાત્રે કોલસા વિભાગમાં કામ કરતા કારીગરનું કોલસા વિભાગના બેલ્ટમાં ફસાઈ જતા મોત નીપજ્યું હતું. મૃતક કારીગર ગોપાલભાઈ પરમાર વડોદરાના ડેસર ગામના વતની હતા. સમગ્ર ઘટના મોડી રાતે બની હોઈ બપોર સુધી મૃતદેહને હટાવાયો ન હતો.
ખેડામાં થર્મલ પાવર સ્ટેશનમાં કામ કરતાં યુવકનું બેલ્ટમાં ફસાઈ જતાં મોત
ખેડા: જિલ્લાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં કોલસા વિભાગમાં કામ કરતા યુવકનું બેલ્ટમાં ફસાઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેમાં પરીવારજનોને પ્રવેશ ન કરવા દેતા પરીવારજનોમાં રોષ ફેલાયો હતો.
મૃતક
ત્યારબાદ ઘટનાની જાણ થતાં સેવાલીયા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા ન હતા. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો થર્મલ પાવર સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં તેમને પ્રવેશ ન કરવા દેતા પરીવારજનોમાં રોષ ફેલાઈ ગયો હતો. જો કે, ઘટનાની વિગતો માટે પહોંચેલા મીડિયા પ્રતિનિધિઓને પણ પાવર સ્ટેશનમાં પ્રવેશવા દેવાયા ન હતા.