- દિવાળી પર્વને લઈ શહેર તેમજ જિલ્લામાં લોકોની ચહલપહલ વધી
- પોલિસ દ્વારા વધારવામાં આવી સતર્કતા
- શહેરમાં અનિચ્છનિય બનાવ ન બને તેમજ કોવિડ-19ના નિયમોનું પાલન થાય તે માટે ફૂટ પેટ્રોલિંગ
- નડિયાદમાં પોલિસ દ્વારા બજારોમાં ફૂટ પેટ્રોલિંગ
ખેડાઃ દિવાળી પર્વના વિવિધ તહેવારો હવે શરૂ થઈ ગયા છે. જેને લઇને નડિયાદ શહેરના બજારો સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોની ચહલપહલ વધી રહી છે. જેને અનુલક્ષીને નડિયાદ શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કોવિડ-19ના નિયમોનું પાલન થાય તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના અમદાવાદી બજાર, ભાવસારવાડ, ડુમરાલ બજાર અને સંતરામ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.