ગુજરાત

gujarat

ETV Bharat / state

આભાસી મૃત્યુ ગીતના અમર કવિ રાવજી પટેલના જીવનની અદ્દભૂત કથા...

"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા" ગુજરાતી સાહિત્યમાં આભાસી મૃત્યુના ગીત તરીકે ઓળખાતી આ ચિરંજીવી કૃતિ છે. ત્યારે આ કૃતિ, તેના સર્જક અને ગ્રામીણ કૃષિ કવિ એવા રાવજી પટેલના ગામ, સ્વજનો અને તેમના સ્મારકની મુલાકાત લઇ જાણીએ તેમના વિશે...

આભાસી મૃત્યુના ગીતના અમર કવિ રાવજી પટેલ
આભાસી મૃત્યુના ગીતના અમર કવિ રાવજી પટેલ

By

Published : Jul 1, 2020, 9:01 PM IST

ખેડાઃ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા" આ સર્જન છે, કવિ રાવજી પટેલનું મૃત્યુ સન્મુખ કરેલી અદભુત રચના જે તેમને અમર બનાવી ગઈ. કવિ રાવજી પટેલ યુવા વયે દુનિયા છોડી ગયા હતા. તેમને તે સમયે અસાધ્ય ગણાતો ક્ષયરોગ થયો હતો. જેને પગલે મૃત્યુ સામે આવેલું જોઈ પત્ની, સ્વજનો, ગામ અને ખેતરથી વિખુટા પડવાની વ્યથાને લઇ તેમણે આ અદભૂત સર્જન કર્યું હતું. જાણે કે મૃત્યુ થકી જ તે અમર થયા!

આભાસી મૃત્યુના ગીતના અમર કવિ રાવજી પટેલ

ખેડા જિલ્લાના ખૂણામાં આવેલું એક નાનકડું ગામ વલ્લવપુર અને ગામના એક ખૂણામાં આવેલા આ ઘરમાં રહેતા એક ખેડૂત પુત્રએ ગુજરાતી સાહિત્યમાં અમિટ છાપ છોડનારી અમર કૃતિ આપી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની પાદરે આવેલું છે, રાવજી પટેલનું ગામ વલ્લવપુર હાલ તો ગામમાં જ્યાં રાવજી રહેતા હતા, તે ઘર જમીનદોસ્ત હાલતમાં છે. ત્યાં તેમના ભાઈ ખેતર નજીક મકાન બનાવી રહે છે. આ કવિનું ખેતર છે, જ્યાં ખેતરના શેઢે બેસી રાવજી ક્યારેક કવિતા લખતા હતા. જો કે ગામમાં રાવજીની યાદમાં હાલ તો એકમાત્ર આ ખેતર જ છે. આ ખેતર એ જ જાણે રાવજીનું રજવાડું હતું. આ ખેતરમાં બેસીને પણ રાવજીએ અનેક સર્જનો કર્યા છે. તેમની કવિતામાં ગ્રામ્ય અને કૃષિ જીવનનો ધબકાર સંભળાતો એટલે જ તે કૃષિ કવિ પણ કહેવાતા. ખેતરમાં લહેરાતો મોલ અને આ ગામના તળાવમાં સુંદર કમળના ફૂલ કદાચ રાવજીને કવિતા માટે પ્રેરતા હશે.

આભાસી મૃત્યુના ગીતના અમર કવિ રાવજી પટેલ
તેમના સ્વજનોમાં તેમના ભાઈ અને ભાભી તેમજ એક પુત્રી છે. જે તેમના સ્મરણો વાગોળે છે. કવિ રાવજી અને તેમના ભાઈ બંનેના લગ્ન બે સગી બહેનો સાથે જ થયા હતા. એ નાતે તેમના ભાભી અને સાળી એવા મંજુલાબેન સાથે તેમને સારો મનમેળાપ રહેતો હતો.
આભાસી મૃત્યુના ગીતના અમર કવિ રાવજી પટેલની જીવનની અદભુત કથા

ઊંચેરા સર્જકનું વતનમાં કે ક્યાંય સ્મૃતિ તાજી કરતું કોઈ સ્મારક ન હોઇ કવિ રાવજીને વિસારી દેવામાં આવ્યા હોવાના રંજને લઈને રાવજી પ્રેમીઓ દ્વારા ડાકોરમાં એક સ્મારક બનાવાયું છે. તેમજ ડાકોરથી તેમના ગામ જતા માર્ગને તેમનું નામ અપાયું છે. જેને લઇ નવી પેઢીને પણ પ્રેરણા મળી રહે.

આજે પણ જાણે ડાકોરના પાદરે પોતાના ગામ ભણી મીટ માંડી રાવજી જાણે પોતાના ઘર, ગામ, ખેતર અને સ્વજનોને નિહાળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details