ગુજરાત

gujarat

ETV Bharat / state

વડતાલ સ્વામિનારાયણ ધામ ખાતે 'પારણા ઉત્સવ'નો આરંભ - Gujarati News

ખેડા: જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે મંદિરમાં ગુરૂવારની સાંજથી "પારણા ઉત્સવ"નો આરંભ થયો છે. પૂજારીએ ઠાકોરજીની આરતી ઉતારી દર્શન માટે ખુલ્યા મૂક્યા હતા. તો આ ઉત્સવની પ્રારંભ સાથે જ હિંડોળાના દર્શન અર્થે દેરામાં ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી.

વડતાલધામ ખાતે પારણા ઉત્સવનો આરંભ થયો

By

Published : Jul 19, 2019, 3:55 AM IST

વડતાલ મંદિરમાં ગુરૂવારની સાંજે 5 વાગ્યે શ્રી હરિને પારણે પધરાવી આરતી ઉતારી દર્શન ખૂલ્લા મૂકવામાં આવ્યા હતા. અષાઢ વદ-2 ગુરુવાર તારીખ 18 જુલાઇથી આ હિંડોળા પર્વ શ્રાવણ વદ-1 તારીખ 17 ઓગષ્ટ સુધી ચાલશે.

વડતાલધામ ખાતે પારણા ઉત્સવનો આરંભ થયો

ઠાકોરજીને પારણે ઝુલાવવાનું 30 દિવસીય પર્વ એટલે હિંડોળા ઉત્સવ.હિંડોળા ઉત્સવએ સ્વામિનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયનું માનીતો પર્વ છે. હિંડોળા પર્વમાં ભક્તો ઠાકોરજીને ભાવથી ઝુલાવે છે, તો લાડ પણ લડાવે છે. મંદિરોમાં કલાત્મક હિંડોળાની રચના કરવામાં આવે છે. હિંડોળાને પુષ્પોથી શણગારવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details