ગુજરાત

gujarat

ETV Bharat / state

કોવિડ-19ની જાગૃતિ માટે ખેડા કલેક્ટર દ્વારા શપથ-પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન

ગુજરાત રાજયમાં કોવિડ-19ની અસરોને ધ્યાને લેતાં ખેડા જિલ્‍લામાં આ કોરોના મહામારીને કાબુમાં રાખી શકાય તે હેતુથી જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલ દ્વારા જિલ્‍લા કલેક્ટર કચેરીના સ્‍ટાફને કોવિડ-19ની જાગૃતિ અંગે શપથ-પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

કોવિડ-19ની જાગૃતિ માટે ખેડા કલેક્ટર દ્વારા શપથ-પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન
કોવિડ-19ની જાગૃતિ માટે ખેડા કલેક્ટર દ્વારા શપથ-પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન

By

Published : Oct 16, 2020, 2:11 PM IST

ખેડાઃ સમગ્ર દેશમાં તેમજ ગુજરાત રાજયમાં કોવિડ-19ની અસરોને ધ્યાને લેતાં ખેડા જિલ્‍લામાં આ કોરોના મહામારીને કાબુમાં રાખી શકાય તે હેતુથી જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલ દ્વારા જિલ્‍લા કલેકટર કચેરીના સ્‍ટાફને કોવિડ-19ની જાગૃતિ અંગે શપથ-પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમજ ખેડા જિલ્‍લામાં વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોવિડ-19ની જાગૃતિ અંગેના શપથ લેવાયા હતા.

કોવિડ-19ની જાગૃતિ માટે ખેડા કલેક્ટર દ્વારા શપથ-પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન

કલેક્ટર આઈ.કે.પટેલે જણાવ્‍યું હતું કે, આ મહામારીને અટકાવવા અંગે પ્રજામાં જાગૃતિ કેળવાય અને લોકો કોરોના ગાઇડ લાઇનનું પાલન કરે તે જરૂરી છે. જન આંદોલનના ભાગરૂપે સમગ્ર ખેડા જિલ્લામાં શપથ-પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશનો, નિગમો, જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, ધર્મગુરુઓ, અગ્રણીઓ, મહાજનો અને સમાજના તમામ વર્ગોના લોકોએ જોડાઇને પ્રતિજ્ઞા લીધી હતી.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા શપથ-પ્રતિજ્ઞા કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, પ્રાંત અધિકારી, મામલતદાર તથા કચેરીનો તમામ સ્‍ટાફ જોડાયો હતો.

ABOUT THE AUTHOR

...view details