ખેડા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન સફેદ કલરની અલ્ટો કાર લઈને એક ઈસમ રદ્દ થયેલી જૂની ચલણી નોટો લઈને પાલ્લા ગામના બસ સ્ટેન્ડ પાસે આવનાર છે તેવી બાતમી મળી હતી.બાતમીના પગલે વોચ ગોઠવવામાં આવી હતી.
ખેડામાં 4 લાખની જુની ચલણી નોટ સાથે એક ઈસમ ઝડપાયો - GUJARAT
ખેડાઃ જિલ્લાના પાલ્લા બસ સ્ટેન્ડ પાસેથી એક કારમાંથી રૂ.4 લાખની રદ્દ થયેલી રૂ.500 તેમજ રૂ.1000ના દરની જૂની ચલણી નોટો સાથે એક ઈસમને ખેડા LCB દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
ખેડામાં 4 લાખની જુની ચલણી નોટ સાથે એક ઈસમ ઝડપાયો
જે દરમ્યાન બાતમી મુજબની અલ્ટો કાર આવતા તેને રોકી તેમાં તપાસ કરતા અલ્ટો કારમાંથી રૂ.500 ના દરની 622 નોટો તેમજ રૂ.1000 ના દરની 89 મળી કુલ રૂ.4 લાખની જૂની ચલણી નોટો મળી આવી હતી.
ખેડા LCBએ અરજીત ચાવડાને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા રદ્દ થયેલી ચલણી નોટો,અલ્ટો કાર,મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂ. 4,55,600 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.