અમદાવાદ- ગુજરાતને રમત ક્ષેત્રે આગળ લઇ જવા સરકાર એક વિઝનરી મિશન લઈને ચાલી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે સરદાર પટેલ એન્કલેવમાં આવેલું છે. જ્યાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ તૈયાર થઈ રહ્યું છે. અમદાવાદના નારણપુરામાં અન્ય એક સ્પોર્ટ્સ સંકુલ બનવા જઈ રહ્યું છે. રાજ્યના 18 જિલ્લામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ આવેલા છે. રાજ્યના બાકી રહેલા જિલ્લામાં પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બની રહ્યા છે. તાલુકા કક્ષાએ પણ આવા કોમ્પ્લેક્ષ બનાવવાની યોજના છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને મળીને આ કાર્ય કરી રહ્યાં છે. વડાપ્રધાને ગુજરાત ખેલ મહાકુંભ 2022 નો પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષના ગુજરાતના બજેટમાં રમતો પાછળ 250 કરોડની ફાળવણી કરાઈ છે.
સુરત ખાતે બનશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ - નડિયાદ ખાતેના રમત સંકુલની મુલાકાત (Nadiad sports complex)રાજ્યના રમત પ્રધાન હર્ષ સંઘવીએ (Sports Minister Harsh Sanghvi)લીધી હતી. તેમણે અહીંની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ ખેલાડીઓ પાસેથી ઇનપુટ્સ મેળવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વર્તમાનમાં 18 જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ બન્યા છે. આગામી સંકુલ સુરતમાં બનશે. જ્યાં અહીં સિવાયની અન્ય રમતો પર ધ્યાન અપાશે.
નડિયાદ ખાતેનું રમત સંકુલ - નડિયાદ ખાતેનું રમત સંકુલ (Nadiad sports complex)કુલ 21 એકરમાં ફેલાયેલ છે. જેમાં 350 બેડની ગર્લ્સ હોસ્ટેલ અને 400 બેડની બોયઝ હોસ્ટેલ આવેલી છે. 150 ખેલાડીઓ એક સાથે બેસીને ભોજન લઇ શકે તેવી મેસ આવેલી છે. સંકુલમાં ઇનડોર કુસ્તી હોલ આવેલ છે. વોલીબોલના ઇનડોરમાં એક અને આઉટડોરના કુલ ચાર મેદાન છે. એટલે કે કોઈપણ સિઝનમાં તમે રમતની પ્રેક્ટિસ કરી શકો છો. આ ઉપરાંત ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો સિન્થેટિક એથ્લેટીક્સ ટ્રેક આવેલ છે. જ્યાં દોડ, કુદ, હરડલ્સ વગેરેની પ્રેક્ટિસ કરાય છે. સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આર્ચરીનું મેદાન છે. એમાં એક સાથે 30 ખેલાડીઓ તાલીમ મેળવી શકે છે. તેમાં વર્તમાનમાં 41 ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યા છે. એક આર્ચરીનું યંત્ર 04-05 લાખ રૂપિયાનું આવે છે. અહીં તમામ સુવિધાઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની છે.
આ પણ વાંચોઃ ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલના મયુર ઠાકોરનો નેશનલ ખો- ખો ટીમમાં સમાવેશ
નડિયાદ ખાતે દેશના હાઈ પર્ફોર્મન્સ સેન્ટર બિલ્ડિંગની સુવિધાઓ -નડિયાદ ખાતે રમતો માટે દેશમાં હાઈ પરફોર્મન્સ સેન્ટર 32 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. જેના કુલ 5 માળ(Nadiad sports complex) છે. ગ્રાઉન્ડ ઉપર જિલ્લા રમત વિકાસ અધિકારીની ઓફીસ તથા વહીવટી ઓફિસ અને કેન્ટીન આવેલા છે. ઉપરાંત સ્વિમિંગ પૂલ, વેલનેસ સેન્ટર વગેરે જેવી સુવિધાઓ છે. પહેલા માળે ખેલાડીઓ માટે સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગની તાલીમ આપવામાં આવે છે. તથા ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ રિસર્ચ સેન્ટર આવેલા છે. બીજા માળ ઉપર વોલીબોલ કોર્ટ આવેલી છે. જ્યાં સ્ટેટ એકેડેમીના ખેલાડીઓ તાલીમ મેળવે છે. ત્રીજા માળે વિશાળ કોન્ફરન્સ રૂમ તથા ટેકવાંડો ઇન્ડોર હોલ આવેલ છે. ચોથા માળે શૂટિંગ એકેડમી શરુ કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ કોર્ટ આવેલ છે. જ્યારે પાંચમા માળે અદ્યતન ઓડિયો-વીડિયોની સુવિધા વાળો હોલ આવેલ છે. જેમાં 250 ખેલાડીઓ એક સાથે બેસી શકે છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ લાઈબ્રેરી પણ આવેલી છે.
ખેલ મહાકુંભના ખેલાડીઓ - નડિયાદ ખાતે તાલીમ લઇ રહેલા મોટાભાગના ખેલાડીઓ ખેલ મહાકુંભમાં (Khel Mahakumbh)સારું પ્રદર્શન કરીને આવ્યા છે. ખેલ મહાકુંભ થકી ગુજરાતના અનેક જિલ્લામાંથી સારા ખેલાડીઓ મળ્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતનાર અને સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓ પણ ખેલ મહાકુંભમાંથી બહાર આવ્યા છે. અહીં સ્ટેટ લેવલના ખેલાડીઓને તાલીમ અને સુવિધા પૂરી પાડવામાં આવે છે. 2002 માં રાષ્ટ્રીય રમત સ્પર્ધામાં ગુજરાતને 09 મેડલ જ મળ્યા હતા. 2020 માં તેમાં અઢળક વધારો થયો છે. તે ખેલ મહાકુંભને આભારી છે.